તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સરકારની 15 એપ્રિલ 2020ના જાહેરનામાની માર્ગદર્શિકા મુજબ બોટાદ જિલ્લાનાં ગ્રામ્ય કક્ષાના ઔદ્યોગિક એકમો શરૂ કરવા શરતોને આધીન મંજુરી આપવામાં આવી છે. ઔદ્યોગિક એકમોએ જે તે ગામ અથવા નજીકના ગામના કારીગરોને રોજગારી આપતા એકમોને મંજુરી આપવામાં આવી છે. ઔદ્યોગિક એકમોમાં સોશિયલ ડીસ્ટસિંગની સૂચનાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. એકમના સંચાલકોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર તરફથી પ્રસિદ્ધ માર્ગદર્શિકા મુજબ જરૂરી તકેદારી રાખવાની રહેશે તથા સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવાની રહેશે. આમ શરતોને આધીન એકમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા રૂબરૂ ચકાસણી કરતા મંજૂરી ધરાવતા એકમ ઇકરા ગૃહ ઉદ્યોગ, પ્લોટ નં-27, જી.આઇ.ડી.સી.ના પ્લાન્ટ ખાતે હુકમમાં 7 મજુરની મંજુરી મળી છે. જેને બદલે 14 મજુર કામ પર હતા. સોશિયલ ડીસ્ટંસીંગનુ પાલન થતુ ન હોય, હેન્ડ સેનેટાઇઝેશન વ્યવસ્થા ન હોઇ જેવી હુકમની શરતોનું પાલન કરવામાં આવ્યુંં ન હોવાનું ધ્યાને આવતા આ એકમની મંજૂરી રદ કરવા દરખાસ્ત કરવામાં આવી છે. જે અંગે વહીવટીતંત્ર દ્વારા એકમની મંજૂરી રદ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.