તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિનામૂલ્યે નાસ્તો-પાણી વિતરણની વ્યવસ્થા તંત્રએ બંધ કરાવતા વિવાદ, બોરસદ તાલુકાના વિસ્તારો સહાયથી વંચિત

બોરસદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોરસદમાં વિનામૂલ્યે નાસ્તો પાણી વિતરણની વ્યવસ્થા તંત્રએ બંધ કરતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોએ સહાય પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. સુરત, વડોદરાથી સૌરાષ્ટ્રમાં જતા તમામ મુસાફરો માટે બોરસદમાં મળતી પાણી અને નાસ્તાની વ્યવસ્થા ખુબ જ આશીર્વાદ સમાન હતી. બોરસદથી પસાર થતા વાહનોમાં દરરોજ ત્રણ હજાર જેટલા પેકેટ નાસ્તા માટે આપવામાં આવતા હતા સાથે સાથે મીનરલ પાણીની સુવિધા પણ આપવામાં આવતી હતી. પરંતુ આ સુવિધા તાત્કાલિક ધોરણે બોરસદના પોલિસ વિભાગ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે. જેથી કલ્પવૃક્ષ ફાઉન્ડેશન દ્વારા બોરસદમાં વિનામૂલ્યે અપાતી નાસ્તા પાણી ની વ્યવસ્થા બંધ કરાવી દેવામાં આવી છે.‌ વિનામૂલ્યે અપાતી સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો