બાવળામાં રાશમ રોડ ઉપર આવેલા પાટીદાર સમાજના સ્મશાનમાંથી લોખંડ (બીડ ) ની ભઠ્ઠીની ચોરી કરીને ભાગવા જતાં લોકોએ બે ચોરને ઝડપી પાડીને પોલીસ હવાલે કરતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવળામાં રાશમ રોડ ઉપર આવેલા પાટીદાર સમાજનાં સ્મશાનમાંથી મોડી રાત્રે બે ચોરોએ આર.સી.સી.માં ફીટ કરેલી લોખંડ (બીડ ) ની ભઠ્ઠીને કાપીને દિવાલની બહાર ફેંકીને લઇ જવાની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે ત્યાંથી ખેતરમાંથી ઘરે જઈ રહેલી બે વ્યકિત જોઈ જતાં તરત જ તેમણે પાટીદાર સમાજનાં યુવા આગેવાન ઉમંગભાઇ ૨મેશચંદ્ર પટેલને જાણ કરતાં જ તેઓ અને અશોકભાઈ જયંતિભાઇ પટેલ, ભીખુભાઈ પ્રહલાદભાઈ પટેલ, દિપકભાઈ ભટ્ટ અને બીજા લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બે ચોરોને ચોરી કરેલી ભઢ્ઢીઓ સાથે ઝડપી લઇને બાવળા પોલીસ સ્ટેશનમાં સોંપી દઇને ઉમંગ પટેલે બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી બંને ચોરોને જેલના સળીયા પાછળ ધકેલી દઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્યારે માણસને છેલ્લે જયાં જવાનું છે તે સ્મશાન પણ સલામત રહ્યું નથી.અને સ્મશાનમાં જેના ઉપર લાશને અગ્નીદાહ દેવામાં આવે છે તે લોખંડની ભઠ્ઠીઓની પણ ચોરીઓ થવા લાગી છે.સ્મશાનો ગામથી દૂર અને કોઈ રાત્રે હોય નહીં તેવી જગ્યાએ હોવાથી ચોરો સરળતાંથી ચોરી કરે છે.અગાઉ પણ બાવળાનાં બીજા સ્મશાનોમાં પણ ભઠ્ઠીઓની ચોરીઓ થવા પામી છે. પકડાયેલો ચોરોમાં દિનેશ ચંદુભાઈ પરમાર (દેવીપૂજક), રહેવાસી, મોરેયા પાટીયા બ્રિજની બાજુમાં, તા. સાણંદ અને ધનજી ઉર્ફે ધનો મેરૂભાઇ વાધેલા (વાલ્મીકી), રહેવાસી, બાવળા પોલીસ સ્ટેશન પાછળ, બાવળા, મૂળ રહેવાસી, મેમર તા. બાવળા નો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.