તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દુષ્કાળની પરિસ્થિતિમાં સહાય આપવા આપની માગણી,બાવળા મામલતદારને આવેદન આપી માગ કરાઇ

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના ખેતરે સરવે કરાવીને સહાય ચૂકવવા રજૂઆત

ચોમાસાની અડધી સીઝન પુરી થઈ ગઈ છે.વરસાદ હાથ-તાળી આપી રહ્યો છે.મોટાં ભાગના તળાવો અને ડેમો ખાલીખમ છે.જેથી ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે.પહેલા તોકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. અને હાલમાં વરસાદ થયો નથી. એકધારા વાદળછાયા વાતાવરણથી જીવજંતુંઓનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.જેથી તેનો માટે દવાનો ખર્ચ વધી ગયો છે. ડીઝલ મોંધું થઈ ગયું છે જેથી ડીઝલનો વપરાશ કરીને પાક બચાવવા ખેડુતોએ પ્રયત્ન કર્યા પણ પાક મરી પરવાર્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 41.71 ટકા વરસાદ થવા પામ્યો છે.જેથી 58.29 ટકા વરસાદની ઘટ છે.

જેથી રાજયમાં દુષ્કાળની પરીસ્થિતિ ઉભી થવા પામી છે.જેથી ખેડુત અને પશુપાલક માટે સરકાર પાસે હાલમાં જે યોજનાઓ છે તેને ટાઇમસર શરૂ કરે અને જરૂર પડે તો નવી યોજનાઓ અમલમાં મુકવા માટે બાવળા આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિહ ઝાલા, જીલ્લા મંત્રી જીતુભાઇ ઠક્કર, મહામંત્રી સંજયભાઇ પટેલ, કોશિકભાઈ કોળી પટેલ,જીગ્નેશભાઇ મકવાણા અને કાર્યકર્તાઓએ રાજયનાં મુખ્યમંત્રી અને રાજયપાલને રજુઆત પહોંચાડવા માટે બાવળાનાં મામલતદાર પી.આર.દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે એસડીઆરએફ યોજના હેઠળ ખેડુતોનાં ખેતરે - ખેતરે સર્વે કરાવીને હેક્ટર દીઠ રોકડ રકમ ચુકવવી, આ રકમમાં ભાવ વધારાને ધ્યાનમાં રાખીને ભાવ વધારો કરવો.મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખેડુતોને નુકસાનીનું વળતર ચુકવવું. જે ખેડુતો નથી તેમને દુષ્કાળ મેન્યુઅલમાં ટકાવારી પ્રમાણે ગામે ગામ પીવાનાં પાણીની વ્યવસ્થા નક્કી કરવી.

અન્ય સમાચારો પણ છે...