તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:બાવળાના ધનવાડા ગામમાં ‘કોણ બળવાન છે’ તે બાબતે થયેલા ઝઘડામાં છરી મારતાં યુવાનનું મોત

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • જ્ઞાતિ વિરુદ્ધના શબ્દો બોલતાં ઝઘડો થયો હતો, આપણે આજે ઝઘડો કરી જ લઇએ અને કોણ મજબૂત છે તે જોઇ લઇએ તેમ કહી બંને બાઝ્યા હતા
  • બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યાં

બાવળા તાલુકાનાં ધનવાડા ગામમાં કોઇ કારણસર બોલાચાલી કરી જ્ઞાતિ વિરૂદ્ધનાં શબ્દો બોલીને આપણે ઝઘડો કરી જ લેવો છે તેમ કહી ગળાના ભાગે છરીના ઘા મારતાં ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા યુવાનનું મોત થવા પામ્યું હતું.જેથી બાવળા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે લાંબા સમયથી ચાલતી તકરારનો કરુણ અંત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બાવળા તાલુકાનાં ધનવાડા ગામમાં રહેતાં રાજુભાઇ ભીમાભાઇ કોળી પટેલે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે રાત્રીના સાડા આઠ વાગ્યે ઘરનાં સભ્યો સાથે ઘરે હાજર હતા તે સમયે ગામના ધિરેનભાઇ ભરવાડે ઘરે આવીને જણાવ્યું કે તમારો ભાઇ પ્રતાપભાઇ ગામના સ્મશાન સામે રોડ ઉપર પડેલો છે.જેથી ઘરનાં સભ્યો સાથે ત્યાં જઈને જોયું તો મારો ભાઈ લોહી લુહાણ હાલતમાં રોડની સાઈડમાં પડ્યો હતો.ત્યાં કનુભાઇ નારણભાઇ, ગોપાલભાઈ હરીભાઈ દેવીપુજક હાજર હતા.

અને મારા કાકાના દિકરા કનુભાઇએ જણાવ્યું કે સાંજે આશરે સાડા સાત વાગ્યે ગામના ખેતરપાળ દાદાના મંદિરે બેઠા હતો તે સમયે નજીકમાં આવેલા નાગદાદાના મંદિર પાસે પ્રતાપભાઈ તથા ગામના નવઘણભાઇ દેવીપુજક વચ્ચે બોલાચાલી થતી હતી અને તેઓ બંને એક બીજાને સાલા કોળા જેવા શબ્દો બોલતા હતાં. અને બંન્ને એક બીજાને ગાળો બોલી ઝઘડતા હતાં. ગામના ગોપાલભાઇ હરીભાઇ દેવીપુજક પણ હાજર હતા. બંને જણાને છોડાવતા હતા.

આ બંન્ને જણા એકબીજાને કહેતા હતા કે આજે તો આપણે બંને ઝઘડો કરી લઇએ અને કોણ બળવાન છે તે જોઇ લઈએ તેમ કહી મેદાનમાં આવી જા તેવું બોલી પ્રતાપભાઇને નવઘણભાઇ ઝબાભાઇ દેવીપુજકે મોટી છરીથી ગળાનાં ભાગે મારતાં લોહી-લુહાણ થઈને નીચે પડી ગયો હતો.અને તે ભાગી ગયો હતો.જેથી ગામ લોકો ભેગા થઈ ગયા હતાં.અને કોઇએ 108ની એમ્યુલન્સને ફોન કરતાં તે તરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થવા પામ્યું હતું.

જેથી રાજુભાઇએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇને લાશને પી.એમ.માટે મોકલી આપીને હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલવા બાબતે બે યુવનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલો અંતે હત્યામાં પરિણમ્યો હતો. જેના પગલે ધનવાડા ગામમાં ચકચાર ફેલાઇ હતી. આરોપી ઘટનાસ્થળેથી ફરાર થયો હતો.

જે બાબતે મૃતકના ભાઇએ બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, અગાઉ પણ આ બાબતે બંને વચ્ચે તકરાર થઇ હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. લાંબા સમયથી ચાલતી તકરારનો કરુણ અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...