તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કોચરિયા પાસે ખાનગી કંપનીમાં પતરું વાગવાથી યુવાનનું મોત

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકાના હસનનગર ગામનો યુવાન હેલ્પર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે મશીનમાંથી પતરું નીકળી વાગતા બનાવ બન્યો

બાવળા તાલુકાનાં કોચરીયા પાસે આવેલી ખાનગી કંપનીમાં રાત્રે મશીન ઉપર હસનનગર ગામનો યુવાન હેલ્પર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે મશીનમાંથી પતરૂ છૂટતાં પેટમાં ધૂસી જતાં લોહી વહી જતાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થતાં બાવળા પોલીસને જાણ કરતાં બાવળા પોલીસે લાશનું પી.એમ.કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં હસનનગર ગામમાં રહેતાં દિલીપભાઇ ત્રિકમભાઇ કોળી પટેલ કોચરીયા ગામની સીમમાં આવેલી જી.આર.ઇન્ફા પ્રોજેક્ટ લી.કંપની જે પતરા બનાવવાનું કામ કરે છે તેમાં હેલ્પર તરીકે કામ કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતાં હતાં.તે રાતપાળીમાં નોકરી ઉપર આવ્યા હતાં.અને મશીન ઓપરેટર નહીં હોવાથી મશીન ઉપર કામ કરી રહ્યા હતાં.

તેઓ રાત્રે એક વાગ્યે કંપનીમા ફેબ્રીકેશન પ્લાન્ટ ઉપર લોખંડના પતરા કટીંગ કરવાનું કામ કરતા હતા તે સમયે અચાનક પતરૂ મશીનમાં ફસાઇ જતા જેને બહાર કાઢવા જતા મશીન માથી બીજુ એક પતરૂ કટીંગ થઇ બહાર આવતા તેમનાં પેટમાં ધુસી જતાં ગંભીર ઇજા થતા ખુબજ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું.જેથી કંપનીમાંથી સારવાર માટે બાવળા સા.આ.કેન્દ્ર ખાતે લાવતાં તેને સારવાર મળે તે પહેલાં જ મોત થવા પામ્યું હતું.જેથી મરણ જનાર યુવાનનાં પિતા ત્રીકમભાઇએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે અમોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...