તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:બાવળામાં ઇંડા ખાઇ રૂપિયા ન આપતા ઉઘરાણી કરી તો જીવલેણ હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
  • બાવળા-રૂપાલના બાયપાસ રોડ પર યુવક પર હુમલો કરાતાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોત નીપજ્યું, 1 યુવકની હાલત ગંભીર
  • 7 લોકો સામે બાવળા પોલીસમાં ફરિયાદ, પોલીસે વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો

બાવળામાં ઇંડા ખાવાની ઉધરાણી બાબતે બપોરે બોલાચાલી થયા પછી સાંજનાં સમયે તે વાતની અદાવત રાખીને 7 વ્યક્તિઓ ધારીયા , લોખંડની પાઈપ , લાકડી , બેઝબોલનો ધોકો જેવા જીવલેણ હથિયારો લઇને આવીને ઇંડાની લારીવાળા યુવાન ઉપર તુટી પડતાં યુવાનનું સ્થળ ઉપર જ મોત થવા પામ્યું હતું. જયારે તેને છોડાવવા વચ્ચે પડનારા યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેમજ બીજા યુવાનને ગડદા -પાટુનો માર મારી મૂંઢ ઈજા પહોંચાડી છે. તેમજ ગાડીનો કાચ તોડી નુકશાન કર્યું છે. યુવાનનું મોતનાં સમાચાર શહેરમાં ફેલાતાં ઠાકોર સમાજનાં લોકો સરકારી દવાખાને મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં જ દોડી આવીને બંદોબસ્ત ગોઠવી દઈ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં મતિયાવાસમાં રહેતાં આકાશ કિશનભાઈ ઠાકોરે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સાંજે તેનો નાનો ભાઈ ચિરાગ, મારા મોટા બાપુનો દિકરો સંજય મહેશભાઈ ઠાકોર તથા મારો મિત્ર અક્ષય ગોરધનભાઈ કોળી પટેલ તથા મારા મોટા બાપા પ્રકાશભાઇ મગનભાઈ ઠાકોર ટાવર ચોકમાં મારા પાર્લરનું કડીયાકામ ચાલતું હોય ત્યાં બેઠા હતાં. ત્યારે સવા સાત વાગ્યાની આસપાસ મારા મિત્ર સંજય રમણભાઈ ઠાકોરનો ફોન આવ્યો કે રાહુલને બાવળા રૂપાલના બાયપાસ રોડ ઉપર પાંજરાપોળ પાસે દલીત સમાજના હર્ષદ ભાણો, સંજય તથા ધીરૂ વગેરે ધારીયું, લાકડી, પાઈપ જેવા હથિયારો વડે માર મારે છે. તો તું ત્યાં જલ્દી પહોંચ. જેથી હું અને સંજય બાઇક લઈને તથા મારી સાથેના બીજા માણસો અલગ અલગ વાહનોમાં પાંજરાપોળ પાસે ગયા હતાં. ત્યાં જઈને જોયું તો મારા કાકાનો દિકરો રાહુલ જયંતીભાઇ ઠાકોર,રહેવાસી,જુની પંજાબ બેન્કની બાજુમાં નીચે પડેલો હતો.જેને સંજય પરષોતમભાઈ વાણીયા (નવો વણકરવાસ), ગુલશન બળદેવભાઈ મકવાણા (જુનો વણકરવાસ), દિપક ઉર્ફે દિપો વિનુભાઇ વાણીયા ( નવો વણકરવાસ) , મોન્ટુ ભીખાભાઈ ગોહેલ બાટલાવાળા ( ગણેશપુરાની બાજુમાં) , હર્ષદ ભાણો ( વણકરવાસ), ધીરૂભાઈ પરષોતમભાઈ વાણીયા, (વણકરવાસ), શલેષ ઉર્ફે ગુડીયા ઉર્ફે સાણસી દિલીપભાઈ પરમાર (વણકરવાસ), એ રાહુલને ધારીયુ,પાઈપ અને લાકડી જેવા હથિયારોથી માર મારી રહ્યા હતા. અમો તેમની પાસે જતા ઓ લોકો તેમની પાસેના હથિયારો લઈ તેમના બાઇકો ઉપર જતા રહ્યા હતાં. રાહુલ પાસે જઈને જોતા રાહુલના માથા માંથી લોહી નીકળતું હતું અને મોઢામાંથી ફીણ નીકળતું હતું.અને તે બેભાન હાલતમાં હતો. જેથી રીક્ષામાં હું તથા મારા ફઈનો છોકરો અલ્પેશ દલપતજી ઠાકોર રાહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જયાં ડોકટરે રાહુલને મ૨ણ જાહેર કર્યો હતો.થોડીવારમાં સંજય ગાડીમાં કિશનને લઈને આવી ગયો હતો.કિશનને માથાના ભાગે વાગ્યું હોય અને અર્ધબેભાન હાલતમાં હોય જેથી મેં સંજય રમણભાઈને પુછયું કે શું થયું હતું.તો સંજયે વાત કરી કે સાત વાગ્યે હું મારી ગાડી લઈ ઘરેથી નીકળ્યા હતા.

કુમારશાળા થઈ બાવળા રૂપાલ બાયપાસ રોડ ઉપર આવેલા મેલડી માતાના મંદીરે દર્શન કરવા જતો હતો અને હું કુમારશાળાની સામે આવતાં તળાવની વચલીપાળના રોડે થઈ રૂપાલ બાયપાસ રોડ ઉપર આવેલ પાંજરાપોળ નજીક પહોંચેલ અને મારે મોબાઇલમાં ફોન આવતા મેં ગાડી સાઈડમાં મંદીર પાસે ઉભી રાખેલી અને ફોનમાં વાત કરતો હતો તે વખતે રાહુલ અને કિશન ચાલતા ચાલતા ત્યાંથી નીકળેલા અને મને જોઈને મારી પાસે આવીને મને મળેલા. આ વખતે મારે ફોનમાં વાત ચાલુ જ હતી તે દરમિયાન સવા સાત વાગ્યે હર્ષદ ભાણો, સંજય પરષોતમભાઇ, ધીરૂ પરષોતમભાઈ, ગુલશન મકવાણા, દિપક વાણીયા, મોન્ટુ ગોહીલ, શૈલેષ ઉર્ફે સાણસી અલગ અલગ બાઈકો ઉપર ધારીયું, પાઈપ,લાકડી જેવા હથિયારો લઈ ભેગા થઈને આવેલા અને રાહુલને ઈંડાની લારી હોય જયાં હર્ષદ ભાણાના મામા સંજયભાઈ અવાર નવાર જમવાના પૈસા આપેલા નહી હોય અને બાકી રાખેલ હોય જેથી રાહુલ આજે બપોરે પૈસાની ઉઘરાણીએ હર્ષદ ભાણાના મામાં સંજયભાઈ પાસે જતા તેઓ સાથે બોલાચાલી થયેલ હોય તે વાતની અદાવત રાખી આ તમામે બીભત્સ ગાળો બોલી ઝગડો કરી જેમ ફાવે તેમ રાહુલને માર માર્યો હતો.અને હર્ષદ ભાણો તથા ધીરૂભાઈ પરશોતમભાઈએ મને ગડદાપાટુનો માર માર્યો હતો. અને મારો બુશર્ટના બટન તોડી નાખ્યા હતાં. અને કિશન ડાયાભાઈ ઠાકોર છોડાવવા વચ્ચે પડતા ગુલશન અને સંજયે તેને પણ જેમ ફાવે તેમ તેમની પાસેના હથિયારોથી માર માર્યો હતો. અને રાહુલને આ બધા મારતા હોય જેથી હું કિશનને લઈને ગાડીમાં બેસાડી ભાગવા જતા ગુલશન મકવાણાએ તેની પાસેનું ધારીયું મારી ગાડીના પાછળના કાચ ઉપર મારેલું અને કાચ તોડી નાખેલ છે. તેવી વાત સંજયે મને કરેલી. તે પછી હું તથા ભુરાભાઈ તરસંગભાઈ ઠાકોર કિશનને ઈકો ગાડીમાં બાવળાની હોસ્પીટલ ખાતે દાખલ કર્યો હતો.જેથી આ 7 વ્યકિત વિરૂધ્ધ બાવળા પોલીસમાં હત્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...