કોરોના વાઇરસ:બાવળામાં ત્રીમૂર્તી હોસ્પિટલનાં એક્સ-રે ટેકનીશીયન, 1 શાકભાજીવાળાને કોરોના

બાવળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં 2 કોરોના પોઝિટિવ, હોસ્પિટલ 3 તારીખ સુધી બંધ

બાવળામાં કોરોનાએ તેની ગતિ વધારી હોય તેમ લાગી રહ્યુંં છે. સોમવારે એક સગર્ભા મહીલાનો અને મંગળવારે બે યુવાન અનેેે એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમજ સોમવારે મોડી રાત્રે બીજા બે વ્યકિતના પોઝિટિવ રીપોર્ટ આવતાં અત્યાર સુધીમાં બાવળામાં કુલ 11 કોરોના પોઝીટીવ આવ્યા છે.મોડી રાત્રે જે બે પોઝીટીવ કેસો આવ્યા તેમાં એક બાવળાની સૌથી મોટી ત્રીમૂર્તી હોસ્પિટલનાં એક્સ-રે ટેકનીશીયનનો પોઝીટીવ આવ્યો છે.તે હોસ્પિટલની અંદર આવેલા કવાર્ટસમાં જ તેના પરીવાર સાથે રહે છે. તેને બે-ત્રણ દિવસથી તાવ આવતાં ચાર દિવસ પહેલા અમદાવાદનાં અર્બન હેલ્થ સેન્ટરમાં સેમ્પલ આપ્યું હતું.પરંતુ તેમનો ચાર દિવસ પછી મંગળવારે રાત્રે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ બાબતની કોઈપણ જાતની જાણકારી બાવળા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી નહોતી.તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલનો તમામ સ્ટાફ ડોક્ટરો સહીતનો સેલ્ફ કોરોન્ટાઇન થઇ ગયો છે અને હોસ્પિટલ 3 તારીખ સુધી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે.

તેમજ સોમવારે બાવળા અર્બન હેલ્થ ઓફીસમાંથી જે શાકભાજીવાળાનાં સેમ્પલ લીધા હતાં તેમાંથી બાવળામાં પાલીકા કચેરી પાછળ આવેલા બોરડીવાળા જીનમાં રહેતાં શાકભાજીની લારીમાં શાકભાજી વેચતા યુવકનો રીપોર્ટ મોડી રાત્રે પોઝીટીવ આવ્યો હતો.આ યુવક ધોળકાથી શાકભાજી લાવતો હતો અને પાલીકા દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે તે અમૃતબાગમાં લારી ઉભી રાખીને શાકનો ધંધો કરતો હતો.આમ મંગળવારે એક જ દિવસમાં પહેલી વાર બાવળામાં એક સાથે પાંચ પોઝીટીવ આવતાં નગરમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. મોડી રાત્રે યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવતાં રાત્રે 1 વાગે અર્બન હેલ્થ ઓફીસર ડો.રાકેશ મહેતાની સૂચનાથી RBSKનાં ડો.કોમલબેન અને નિકીતાબેને તરત 108 બોલાવીને અમદાવાદની સોલા સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.તેમજ પોઝીટીવ આવેેેલી વ્યકિતનાં તમામ ઘરનાં સભ્યોને હોમ કોરોન્ટાઇન કરાયા છે.તેમજ તેે તમામ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને તમામ અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...