ક્રાઇમ:બાવળામાંથી વરલી મટકાનો જુગાર રમતાં 1 ઝડપાયો

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીને પગલે પોલીસ સતર્ક બનતાં જુગાર ઝડપાયો, 1 શખ્સ ફરાર થયો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેથી દારૂ-જુગાર અને અસામાજીક તત્વોને ઉપર ધ્યાન રાખવા માટે બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેઓ બાવળામાં આવેલા આ.કે. સર્કલ પાસે આવતાં બાતમી મળી હતી કે ભયલાલભાઇ દાજીભાઇ કોળી પટેલ રહેવાસી, આદરોડા ઢેઢાળ ચોકડી પાસે આવેલા ગાયત્રી પાન પાર્લર પાસે જાહેરમાં વલી મટકાનો આંક ફરકનો આંકડા લખી હારજીતનો જુગાર રમાડે છે.

જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ભયલાલભાઇ પોલીસને જોઇને દોડવા જતા તેને કોર્ડન કરી પકડી લીધો હતો.તેની તપાસ કરતાં તેની પાસેથી મળેલી ચીઠ્ઠી ઓ જોતા વલી મટકા આંક ફરકના જુદા જુદા આંકડા લખેલા મળી આવ્યા હતાં.જે મિલન તથા કલ્યાણના જુગારના આંકડા લખેલા હતાં.અને તેથી પાસેથી 3840 રૂપીયા મળી આવતાં તે કબ્જે કરીને આ વર્લી મટકાના વેપારના લે વેચ બાબતે પુછતા તેણે જણાવ્યું હતું કે બગોદરામાં રહેતાં ગોરાંગભાઇ ભરતભાઇ કોળી પટેલને આપતો હતો.જેથી બંન્ને વિરૂદ્ધ ગુનો નોંધી બાવળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...