તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મીઠાપુર પાસે કાર પલટતાં મહિલાનું મોત, 1 ઘાયલ

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાર હાઇવેના સાઇડના ખાડામાં પલટી ખાઇ ગઇ હતી. - Divya Bhaskar
કાર હાઇવેના સાઇડના ખાડામાં પલટી ખાઇ ગઇ હતી.
  • સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને કોન્ટ્રાક્ટર પરિવાર સાથે સુરતથી જામનગરના જામદુધઇ ખાતે ગયા હતા.
  • સુરત પરત જતી વખતે બગોદરા પાસેના મીઠાપુર પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો

બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા મીઠાપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી કાર ચાલકે ગફલતભરી રીતે ચલાવી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર રોડની ચોકડીઓમાં પલટી જતાં મહીલા રોડ ઉપર ફંગોળાઇ જતાં સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું. જ્યારે મરણ જનાર મહીલાનાં ૫તિ અને પુત્રને ઇજા થવા પામી હતી.બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનાં રાંદેર વિસ્તારમાં રહેતાં નિતીનભાઇ રામજીભાઇ ચૌહાણ (કડીયા,મુળ રહેવાસી, જામદુધઇ તા.જોડીયા જી.જામનગર) કોન્ટ્રાકટરનું કામ કરે છે.

તેઓ 9 તારીખે તેના પત્ની છાયાબેન, દિકરી મીત સુરતથી ગાડી લઇને તેમનાં વતન જામદુધઇ ગયા હતાં. 14 તારીખનાં સવારે નવ વાગે સુરત જવા ગાડી લઇને નીકળ્યા હતાં. બપોરે દોઢ વાગે બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા મીઠાપુર ગામનાં પાટીયાં પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઈ કારણસર સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ગાડી પલટી ખાઇ રોડની ચોકડીઓમાં જઇને પડી હતી.

જેથી આવતા જતા વાહનચાલકોએ ઉભા રહીને નીતીનભાઇ અને મીતને ગાડીમાંથી બહાર કાઢયા હતાં.અને તેમનાં પત્ની ગાડીમાંથી બહાર ફંગોળાઇ ગઇ હતી.મીતને કોઈ ઈજા થવા પામી નહોતી. નીતીનભાઇ અને તેમનાં પત્નીને ઇજા થતાં 108 ઘટના સ્થળે પહોંચી જઈને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે લીંબડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું.

સરી પાટિયા પાસે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી, 3 વ્યકિતને ઇજા
જામખંભા‌િળયાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર હાઇવેની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં 3ને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જામખંભાળિયાથી રવિભાઈ આયા, રૂપશીભાઈ આયા,પ્રીતિબેન આયા ગાડી લઈને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં.

ગાડી બાવળાથી આગળ સરી પાટિયા પાસેથી ગાડી પસાર થઈ રહી હતી. ત્યારે ગાડી ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતાં ગાડી હાઇ-વેની સાઇડમાં ખાડામાં પલટી મારી ગઈ હતી.જેથી ગાડીમાં સવાર ત્રણેય લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

જેથી કોઈએ 108ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108નાં ઇ.એમ.ટી. રવિ લાલકિયા, પાયલોટ સહદેવસિંહ ઝાલા તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બાવળા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતાં. અમદાવાદ બાવળા હાઇવે પર તાજેતરના થોડાક સમયમાં અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...