તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:‘તમે મને તમારા ઘરે જમવાની ના કેમ પાડો છો’ કહી મિત્રે કોદાળી મારી

બાવળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકાના દુર્ગી (ધરજી) ગામનો બનાવ.
  • માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, બાવળા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ

બાવળા તાલુકાનાં દુર્ગી (ધરજી )ગામમાં પોતાના મિત્રે ઘરે આવીને તમે મને તમારા ઘરે જમવાની ના કેમ પાડો છો તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી કોદાળી માથામાં ઉંધી મારતાં ગંભીર ઇજા થતાં બેભાન થઈ ગયો હતો. અને મારનારે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતો રહ્યો હતો.ઈજાગ્રસ્તને બાવવાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને તેના ભાઈએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં દુર્ગી (ધરજી) ગામમાં આવેલા ભુવાત્રા વાસમાં ૨હેતાં વલુભાઈ તભાભાઇ પઢા૨ ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે ખેતરે ગયો હતો.અને અમારી બાજુમાં રહેતા ગંગારામભાઇ તરસીંગભાઇનો ફોન આવ્યો હતો કે તમારા નાનાભાઇ ચેતનને રઘુભાઇ માવજીભાઇ સાથે ઝઘડો થતા તમારા ભાઇને માથામાં વાગ્યું છે અને લોહી નીકળે છે. જેથી મારા ભાઇની પત્ની કનુબેને જણાવ્યું કે રધુભાઇ છે તે ચેતનભાઇના મિત્ર હતાં. અને તેઓ બંન્ને જણા ચેતનભાઇના ઘરે સાથે જમતા હતાં.

પરંતુ રઘુભાઇ થોડા દીવસથી દારુ પીને ઘરે આવતા હતાં એટલે ચેતનભાઇએ તેમને જમવાની ના પાડી હતી. જે વાતનું મનદુ:ખ રાખી રઘુભાઇએ તમને બધા ભાઇઓને મારવાની વાતો કરતા હતાં. અને ચેતનભાઇ અપંગ હોવાથી ઘરે ખાટલામાં સુતા હતાં. તે વખતે રઘુભાઇ હાથમાં લાકડાની હાથાવાળી કોદાળી લઈને આવ્યા હતાં અને કોદાળી ચેતનભાઇને ઉધી મારી હતી. જેથી હું તથા ગંગારામભાઈએ વચ્ચે પડીને છોડાવ્યા હતાં. ચેતનભાઇને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...