કાર્યવાહી:બાવળાની સાઇ વુમન્સ હોસ્પિટલનું પાણી કનેક્શન કાપ્યું, ફાયર NOC ન લેતાં કાર્યવાહી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં હાઇકોર્ટમાં ચાલી રહેલી રીટ - પીટીશન અન્વયે તમામ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર એન.ઓ.સી. મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલોને નોટીસ પાઠવવામાં આવી હતી.તેમ છંતા હોસ્પિટલના મિલ્કતદારો,વહીવટદારો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા અંગે હજી સુધી કોઇ ગંભીરતા લેવામાં આવી નથી.

જેથી હવે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ - 2013 માં કરવામાં આવેલી જોગવાઇ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ 25 નોટીસના અપાલન અને કલમ 2 1( 1 ) ( 2 ) ક , ની જોગવાઇઓ મુજબ જેતે હોસ્પિટલો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવેલી ન હોય અથવા તો ફાયર સેફ્ટીની સુવિધા રાખેલી ન હોય તેવી હોસ્પિટલોના વિજ કનેક્શન , પાણી કનેકશન અને ગટર કનેશન કાપવા અંગેની કાર્યવાહી કરવા અમદાવાદ ઝોનનાં ડેપ્યુ.રીજીયોનલ ફાયર ઓફીસર સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જેથી બાવળા નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલોની ફાયર એન.ઓ.સી. ના હોવાથી નગરપાલિકા ચીફ ઓફીસર સિધ્ધાર્થભાઇ પટેલ દ્વારા વારંવાર નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં હોસ્પિટલના સંચાલક દ્વારા ફાયર એન.ઓ.સી. માટે કાર્યવાહી ના કરતા જય અંબે કોમપ્લેક્ષમાં આવેલી સાંઈ વુમન્સ હોસ્પિટલનું નગરપાલીકા દ્વારા નળ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...