શાકોત્સવ:બાવળા સ્વામીનારાયણ મંદિરમાં વર્ચ્યુઅલ શાકોત્સવ યોજાયો

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી તેઓની પુનિત ઉપસ્થિતિમાં બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવના ઉપક્રમે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમનું ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક હરિભક્તોએ પોતાના ગૃહમંદિરે શાકોત્સવનો થાળ ધરાવી પ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...