તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:શાકભાજી, ફૂટના વેચાણ પર પ્રતિબંધ છતાં વેચાણ થઇ રહ્યું છે

બાવળા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાવળામાં જાહેરનામા અને કાયદાની ઐસી-તૈસી

કોરોના સક્રમણથી જ વધારે ફેલાઈ છે. જેથી કોરોનાનાં કેસો વધે નહીં અને તેને અટકાવવા માટે સોશીયલ ડીંસ્ટન્સ જળવાઇ રહે તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. અને તેનો અમલ કરાવવા માટે સરકારી તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. બાવળામાં પણ કોરોના વાઈરસનાં ચાર કેસો આવેલા છે. જેથી બીજા કેસો સક્રમણથી વધે નહીં તે માટે બાવળામાં ચાર દિવસ સુધી ફક્ત દૂધ અને મેડીકલ સીવાઇની તમામ દુકાનો અને લારીઓ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.ચાર દિવસ પુરા થવાથી સોમ, બુધ અને શુક્રવારનાં દિવસે ફક્ત કરીયાણાની દુકાનો સવારે 8 થી 12 વાગ્યા સુધી ખોલવાની મંજુરી આપવામાં આવી છે. અને શાકભાજી તથા ફુટ વેચવાની મંજુરી આપવામાં આવી નથી.અને જે જાહેરનામાનો ભંગ કરશે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ છંતા બાવળાનાં વેપારીઓ અને શાકભાજી, ફુટનું વેચાણ કરવાવાળાને કાયદાનો, પોલીસનો કે જાહેરનામાનો ડર રહ્યો નથી.અને સરકારી તંત્ર કે પોલીસ પણ કોઈપણ જાતનાં પગલા ભરતું નથી. તેઓ આંખ આડા કાન કરી રહ્યું છે.સવારથી જ બાવળામાં સ્ટેશન રોડ, ખુદ મામલતદાર કચેરી, નગરપાલીકા કચેરીની બહાર, બજારમાં મળીને 100 થી વધારે શાકભાજી અને ફુટનું લારીઓ ગોઠવાઈ ગઈ હતી.અને કોઈપણ જાતની બીક વગર વેચાણ કરી રહ્યા હતાં.પોલીસ અને સરકારી અધિકારીઓની ગાડીઓ પસાર થાય તો પણ તેમને બીક લાગતી નહોતી.અને બીનદાસ વેચાણ કર્યું હતું.તેમજ ઘણી કરીયાણાની દુકાનો પણ આખો દિવસ ચાલુ રહે છે અને વેચાણ કરે છે. જે દિવસે કરીયાણાની દુકાનો બંધ રાખવાની હોય છે તે દિવસે પણ ઘણા વેપારીઓ દુકાનો ખોલીને વેપાર કરે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો