તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બગોદરા પાસે ટ્રક- ટેન્કર વચ્ચે અકસ્માતમાં 2ને ઈજા, ટ્રક પોરબંદરથી આવી રહી હતી

બાવળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલી પ્રિન્સ કંપનીની સામે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. પોરબંદર તરફથી ટ્રક લઈને ડ્રાઈવર હરીશભાઈ અરજણભાઇ અને ક્લીનર રાજુભાઈ સામતભાઈ નીકળ્યા હતાં. તેઓ બગોદરાથી ધોળકા તફર જઇ રહ્યા હતાં ત્યારે ધોળકાથી બગોદરા તરફ આવતા ટેન્કર સાથે જોરદાર ધડાકા સાથે સામસામે ટકરાઇ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનર બંનેને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.જેથી કોઈએ 108ને ફોન કરતાં બગોદરા 108 ઇ.એમ.ટી. રોહન દૂલેરા અને પાઇલોટ પ્રેમજીભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને બંને ઇજાગ્રસ્તને સારવાર માટે બગોદરા સી.એચ.સી.માં લઈ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સમાં સોલા સીવીલમાં લઈ ગયા. અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતાં બગોદરાની પીસીઆર વાન સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...