તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પેટ્રોલનાં નાણાં ન આપવા પડે તે માટે બાઇક પર આવેલા 2 શખ્સે પેટ્રોલ પંપ પર તોડફોડ કરી

બાવળા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળા-બગોદરા હાઇવે પર કલ્યાણગઢના પાટિયા પાસે બનેલો બનાવ
 • બગોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા

બાવળા-બગોદરા હાઇ-વે ઉપર કલ્યાણગઢ ગામના પાટીયા નજીક આવેલા પેટ્રોલપંપ ઉપર બે યુવાનોએ બાઇક પર આવીને પેટ્રોલ પુરાવીને તેના રૂપીયા આપવા બાબતે કારીગર સાથે ગાળાગાળી કરીને, પેટ્રોલપંપના ડીરપ્લે, બન્ને સાઇડના પ્રીન્ટર, ડીઝલ પુરવાની નોઝલનું સેન્સર તથા ફાયરસેફટીની બોટલની તોડફોડ કરી બિભત્સ ગાળો બોલીને ભાગી ગયા હતાં. જેથી મેનેજરે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે બંને યુવાનોને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ગાંગડ ગામમાં રહેતાં કુલદિપસિંહ મહીપતસિંહ સિસોદિયાએ બગોદરા - બાવળા હાઇ-વે ઉપ૨ આવેલા કલ્યાણગઢ ગામના પાટીયા પાસે આવેલા નર્મદા પેટ્રોલીયમ ખાતે મેનેજર તરીકે નોકરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે બગોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સાંજનાં પોણા ચાર વાગ્યે પેટ્રોલ પંપની ઓફીસમાં કામ કરતો હતો તે વખતે પેટ્રોલપંપે એક પેશન બાઇક ઉપર બે માણસોએ આવીને બાઇકમાં પેટ્રોલ પુરાવ્યું હતું. પંપના મહેન્દ્રભાઇ ભટ્ટીએ પેટ્રોલના રૂપીયા માગતા આ બન્ને માણસો અંદરોઅંદર કેશ આપવા કે ઓનલાઇન આપવા તેવી ચર્ચા કરતા હોવાથી મહેન્દ્રભાઇએ તેમને ઉતાવળ રાખીને રૂપીયા આપવાનું કહેતા તેઓએ મહેન્દ્રભાઇને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતાં. જેથી મેનેજરે ત્યાં જઈ યુવાનોને સમજાવતાં તેઓ બાઇક લઈને ૨વાના થયા હતાં.

થોડીવારમાં મહેન્દ્રભાઇ નજીકમાં આવેલી હોટલે ચા લેવા માટે ગયા હતાં અને હું ઓફીસ પાસે પાણીથી મો સાફ કરતો હતો તે વખતે આ બન્ને યુવાનો હાથમાં લાકડીઓ લઈને આવતા બીક લાગતા હું નજીકમાં આવેલી કંપનીએથી ગાર્ડને બુમો પાડી બોલાવતા યુવાનોએ લાકડીઓથી એમ.પી.ડી. મશીનની તોડફોડ કરવા લાગ્યા હતાં અને તેમણે તોડફોડ કરીને હાઇવે ઉપર થઈને બાઇક લઈ જતા રહ્યા હતા.ત્યારબાદ એમ.પી.ડી. મશીન પાસે જઈને જોયું તો મશીનની બન્ને બાજુની ડીસપ્લે, બન્ને સાઇડના પ્રીન્ટર, ડીઝલ પુરવાની નોઝલનું સેન્સર તથા ફાયરસેફટીની બોટલ તુટેલી હતી.જેથી 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરતાં બગોદરા પોલીસ આવી ગઈ હતી.

પેટ્રોલ પંપે લગાવેલા સી.સી. ટી.વી. કેમેરાનું ફુટેજ ચેક કરતા પેશન બાઇક ઉપર આવેલા બે યુવાનો બાઇક નંબર GJ - 27 -R - 6931 નો હતો.જેથી બગોદરા પોલીસે બે અજાણ્યા યુવાનો વિરૂદ્ધ તોડફોડનો ગુનો નોંધી તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો