તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બાવળાનાં બાપુપૂરાની આંગણવાડીનું 8 વર્ષથી કામ બંધ થતાં બાળકોને મુશ્કેલી

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સત્વરે કામગીરી શરૂ થાય તેવી સ્થાનિકોની માગ
  • કોન્ટ્રાક્ટરે બિલ્ડિંગનું ધાબુ ભરી 8 વર્ષથી કામ અટકાવી દીધું

બાવળા તાલુકાના આદરોડા ગ્રામ પંચાયતની અંદર આવતાં બાપૂપૂરા આવેલું છે.આ ગામમાં 8 વર્ષ પહેલા સર્વ શિક્ષા અભિયાન યોજના હેઠળ આંગણવાડી બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આંગણવાડીનાં મકાનનાં કામનું ધાબુ ભરાઇ ગયું હતું.પરંતુ તરત જ આઠ વર્ષથી કોન્ટ્રાક્ટરે તેનું કામ બંધ કરી દીધું હતું.અને આજ દીન કામ શરૂ થયું નથી.

આઠ વર્ષથી કામ બંધ થયું હોવાથી આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં દેખાય છે.જેથી બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે ગામના રહીશ રણજીત કોળી પટેલ અને તાલુકા સદસ્ય મહેન્દભાઇ શ્રીમાળીએ બાવળા મામલતદાર પી.આર.દેસાઇ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે કે આંગણવાડીનું કામ બંધ થવા પાછળ ક્યું કારણ છે.

સરકાર વિકાસના કાર્ય પાછળ સારો એવો ખર્ચ કરી રહી છે અને આવી તંત્રની ખોબલી પોલ છતી થાય છે. આવા અધુરા કાર્ય સમયસર પૂર્ણ કરવા જોઈએ.અધુરૂ આંગણવાડીનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તે જરૂરી છે. સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે આ કાર્ય હજી પણ અધુરું છે. જેથી ભુલકાઓને ખુબજ અગવડ પડી રહી છે. આ અંગેની બાવળા તંત્રને જાણ છે. ગામના સ્થાનિક પણ આ આંગણવાડીનું વર્ષોથી બંધ અને અધુરું છોડેલું કાર્ય તાકીદે પૂર્ણ થાય તેવા તેવી માંગ કરી છે.

આ બાબતે આઈસીડીએસ ઓફિસનાં કલાર્કે જણાવ્યું હતું કે આ આંગણવાડીનાં કામની ગ્રાંન્ટનો પહેલો હપ્તો આવ્યો હતો અને જેટલી ગ્રાંન્ટ મળી તેટલું કામ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ ગ્રાંન્ટ આવી નથી. જેના કારણે કામ અટકી ગયું છે. ગ્રાંન્ટ માટે અનેક વખત રજુઆત કરવામાં આવી છે. અને ગ્રાંન્ટ આવશે તો આંગણવાડીનું કામ શરૂ કરીને પૂરું કરાશે.

અન્ય સમાચારો પણ છે...