તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બાવળાના નવા વણકરવાસ રોડ પર ગટર ઉભરાતાં નાગરિકોને મુશ્કેલી

બાવળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ પરથી પસાર થતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. - Divya Bhaskar
રોડ પરથી પસાર થતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
  • ત્યાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક જ બંધ હોવાથી સમસ્યા છે : ચીફ ઓફિસર

બાવળા નગરપાલીકા હદ વિસ્તારમાં આવેલા આવેલા નવો વણકરવાસમાં નાગદેવ મંદિર રોડ ઉપરનાં જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટર છેલ્લા પંદર દિવસથી ઊભરાય છે.ગટર ઉભરાતાં તેનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતાં રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે.ગટરનું ગંદું પાણી રોડ ઉપર ભરાઇ રહેવાથી અતિશય દુર્ગધ મારે છે.

આ વિસ્તારમાં રહેતાં દેસાઈ ભાનુપ્રસાદ બહેચરભાઈએ આ બાબતની ત્રણ વખત નગરપાલિકામાં જઈને ફરીયાદ બુકમાં લેખીતમાં ફરીયાદ નોંધાવી છે. પરંતુ કોઈપણ ઊકેલ આવતો નથી. તેઓ ઇચ્છી રહ્યા છે કે ગટર ઉભરાતી બંધ થાય.રોડ ઉપરનાં ગંદા પાણીનો નિકાલ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. આ બાબતે પાલીકા પ્રમુખ સિધ્ધાર્થભાઇ પટેલે જણાવ્યું હતું કે જયારે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગટર નાંખવામાં આવી ત્યારથી તેનું જોડાણ આગળ પમ્પીંગ સ્ટેશન સુધી થયું નથી.અને તે લાઇનનું નેટવર્ક ઘણા સમયથી ડેડ થયું ગયું છે.આ હાલતમાં પાણી પુરવઠા વિભાગે અમને સોંપેલી છે. જેથી આ વિસ્તારનાં રહીશોએ ગટરમાં જોડાણો કરી દીધા છે.આ વિસ્તારનાં રહીશોને પણ આ બાબતે જણાવ્યું છે કે ગટરનું નેટવર્ક જ બંધ છે.જેથી આ સમસ્યા ઉભી થાય છે.જયાં સુધી નવું નેટવર્કની મજુંરી નહીં મળે ત્યાં સુધી આ સમસ્યા રહેશે.છંતા અમારાથી જેટલુ થશે તેટલું કામ કરીને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવીશું.

અન્ય સમાચારો પણ છે...