તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મેમર પાસેનાં બાલાજી ઉપવનમાં વૃક્ષારોપણ, વર્ષમાં 10 હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો

બાવળા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70 મો જન્મદિવસની ઉજવણી અંતર્ગત બાવળા તાલુકાનાં મેમર ગામમાં આવેલા બાલાજી ઉપવન ખાતે કેબિનેટ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આં પ્રસંગે ખાદી ગ્રામ ઉધોગ બોર્ડનાં ચેરમેન કુશળસિહ પઢેરીયા, બાલાજી ઉપવનનાં જયેન્દ્રભાઇ ઠક્કર, જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિહ ચોહાણ, બાવળા એ.પી.એમ.સી. ચેરમેન હરીભાઇ ડાભી, ચેતનસિહ ગોહિલ તેમજ ભાજપનાં આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. બાલાજી ઉપવન ખાતે 3000 વૃક્ષો રોપવામાં આવ્યા છે. અને 7000 વૃક્ષોનું વાવેતર કરીને 10000 વૃક્ષોનો સંકલ્પ પૂરો કરવામાં આવશે. આ પ્રસંગે ભૂપેન્દ્રસિહે વડાપ્રધાન સાથેની જૂની યાદોને વાગોળી હતી. અને 10000 વૃક્ષો વાવવાનાં સંકલ્પને બીરદાવ્યો હતો. અને સંકલ્પ પૂરો કરવા પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...