આગ:નાનોદરાના ખેતરમાં ચાલુ વીજલાઈનનો તાર પડતાં આગ લાગતા ટ્રેક્ટર, ગંઠા બાંધવાનું મશીન તેમજ 3 ખેતરના ગંઠા સળગી ગયા: જાનહાનિ ટળી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતની જમીન ભાગે રાખીને ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું
  • ખેડૂતોએ જાતે આગને કાબુમાં લેતાં રાહત

બાવળા તાલુકાનાં નાનોદરા ગામનાં ખેતરમાં ચાલુ વીજલાઈનનો તાર પડવાથી ખેતરમાં આગ લાગી હતી.આગમાં ટ્રેક્ટર, ગંઠા બાંધવાનું મશીન અને 3 ખેતરમાં પડેલા ગંઠા સળગી ગયા હતાં.સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી નથી.

નાનોદરા ગામમાં રહેતાં બાબુભાઇ મનજીભાઈએ ગામનાં ખેડૂતની જમીન ભાગે રાખીને ડાંગરનું વાવેતર કર્યું હતું.ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી પાક લઈ લીધો હતો.અને ડાંગરનાં પરાળનાં ગંઠા બાંધવા માટે ગામનાં રણછોડભાઇ રાજાભાઇનું ગંઠા બાંધવાનું મશીન ( બેલ્લર) બોલાવ્યા હતાં.અને ગંઠા બાંધી રહ્યા હતાં ત્યારે નજીકમાંથી પસાર થતો વીજ લાઇનનો ચાલુ વાયર અચાનક કોઈ કારણસર ખેતરમાં પડતાં ખેતરમાં આગ લાગી હતી.આગ લાગતાં ખેતરમાં કામ કરી રહેલા માણસોમાં ભાગદોડ મચી જવા પામી હતી.અને જોતજોતામાં આગે વધુ પ્રસરવા લાગી હતી.

આગમાં ટ્રેક્ટર, ગંઠા બાંધવાનું મશીન અને આજુબાજુનાં મળીને 3 ખેતરમાં રહેલા ગંઠા સળગી ગયા હતાં.જેથી ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું હતું.પરંતુ સદનસીબે કોઇ જાનહાની થવા પામી નહોતી.ખેડૂતોએ જાતે આગને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...