સમસ્યા:બાવળા શહેર અને તાલુકામાં ઓવરલોડ ભરેલા ડમ્પરોનો ત્રાસ

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી

બાવળા શહેર અને તાલુકાનાં રોડ - ૨સ્તા ઉપર માટી-રેતી અને કપચીથી ઓવર- લોડ ભરેલા ડમ્પરો રાત-દિવસ નીકળી રહ્યા છે. ડમ્પરની કેપીસીટી કરતાં વધારે અને નિયમાનુસાર કરતાં પણ વધારે વજન ભરીને નીકળે છે. માટી-રેતી અને કપચી ડમ્પરની સાઇઝથી પણ વધારે વજન ભરીને નીકળે છે અને તેની ઉપર કોઈપણ જાતની તાડપત્રી કે કપડુ ઢાંક્યા વગર નીકળતાં હોવાથી ડમ્પર પાછળ જઈ રહેલા વાહન ચાલકો ઉપર તેમજ રોડ ઉપર માટી-રેતી અને કપચી પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની આંખોમાં ઉડીને પડે છે, અને રોડ - રસ્તા ઉપર પણ પડતું હોવાથી અકસ્માતનો ભય રહેલો છે.

ઓવરલોડ વજન ભરેલું હોવાથી એકદમ બ્રેક પણ આવતી નહીં હોવાથી અનેક વખત અકસ્માતો થવા પામે છે. તેમજ મોટાં ભાગનાં ડમ્પરોની આગળ-પાછળ નંબર પ્લેટ પણ લગાવી નથી હોતી. આવા ડમ્પર ચાલકો પોલીસની નજર સામેથી આર.ટી.ઓ.નાં નિયમોની ઐસી-તૈસી કરીને ખુલ્લેઆમ દાદાગીરીથી બિન્દાસ રાત - દિવસ અવર-જવર કરી રહ્યા છે. જેથી વાહન - ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. તેના કારણે તેઓ માંગ કરી રહ્યા છે કે નિયમો અનુસાર આવા ડમ્પર ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...