કાર્યવાહી:શિયાળમાં ઘર આગળથી નીકળવા અંગે લાકડીથી માર મારીને ધમકી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છૂટા પત્થર મારવામાં આવતા 2ને ઇજા, બગોદરા પોલીસમાં 4 સામે ફરિયાદ

બાવળા તાલુકાનાં શીયાળ ગામમાં ઘર પાસેથી નીકળતા બાબતે અહીંથી નીકળવું નહી તેમ કહી ગાળો બોલીને લાકડીથી માર મારીને છાતી તથા પેટનાં ભાગે ઢીંકાનો મુઢ માર મારી, છુટો પથ્થર મારી ઇજા કરી કરી હતી.અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી 2 ને ઇજા થવા પામી હતી.તેમણે બગોદરા પોલીસમાં 4 વ્યક્તિ સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં શિયાળ ગામમાં આવેલા શંકર ભગવાનનાં મંદિર પાછળ રહેતાં પ્રતાપભાઇ કેશાભાઇ ચૌહાણ ( કોળી પટેલ ) એ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે અમારા ઘરે આવવા-જવાનાં રસ્તે અમારી પાડોશમાં રહેતા મકાનો વાળાએ પોતાનાં ઘર આગળ ઢોર રાખવાનાં ઢાળીયા બનાવી રસ્તો સાંકડો કરી નાખ્યો હોવાથી આ બાબતે એકાદ મહીના પહેલા અમારા ગામનાં સરપંચને રજુઆત કરી હતી.

ગામના સરપંચ અમારા ઘરનાં રસ્તે આવી કોઇ તપાસ કરી દબાણ કર્યું હોવાનું જણાતાં અમારા રસ્તે આવેલા સાત મકાન વાળાને પોતાનાં ઘર આગળ દબાણ કરીને બનાવેલા બાંધકામ દુર કરવા નોટીશો આપી હતી. અને અમને પણ નોટીસ મળી હોવાથી અમે અમારા ઘર આગળનું દબાણ દુર કરી દીધું હતું. અને અમારા ઘરની પહેલા વાલાભાઇ ઘરમશીભાઇ ગામી, ભીખુભાઇ મેરૂભાઇ ગામી, કમશીભાઇ ભાવુભાઇ ગામીએ તેમનાં ઘર આગળનું દબાણ દુર કરતાં નહી હોવાથી અમારે આવવા-જવાનો રસ્તો સાંકડો રહેતો હોવાથી અને વાહનની અવર-જવર થઇ શકતી નહી હોવાથી અમે અવાર-નવાર આ બાબતે સરપંચને રજુઆત કરી હતી.

21 તારીખની રાત્રે નવ વાગ્યે હું ઘરેથી જમીને ગામમાં મસાલો ખાવા નીકળ્યો હતો અને મારા ઘર બહાર નીકળતાં અમારી પાડોશમાં રહેતા મારા કુટુંબી ભાઇ રૂપસંગભાઇ અમરશીભાઇ ચૌહાણે મારી આગળ જતાં હોવાથી અને તેઓ અરવીંદભાઈ વાલાભાઈ ગામીનાં ઘર પાસે પહોંચતા અરવીંદભાઇ ગામી, હરીભાઇ ગામી ઉભા હોવાથી મારા કુટુંબી ભાઇ રૂપસંગભાઇને તારે અહીથી રસ્તે થઇને નીકળવું નહીં.તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગતાં રૂપસંગભાઇએ તેમને ગાળો બોલવાની નાં પાડતાં હરીભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્યાં નજીકમાં પડેલી લાકડી લઇ રૂપસંગભાઇને મારવા દોડતાં રૂપસંગભાઇ દોડી બહાર તરફ જતાં રહ્યા હતાં અને હું તેમની પાછળ જતો હોવાથી મને આ બંન્ને જણા જોઇ જતાં મને પણ જેમ ફાવે તેમ ગાળો બોલી આ લોકોને અહીંથી નીકળવા દેવાનાં નથી. તેમ જોર જોરથી બોલવા લાગ્યા હતાં.

તેવામાં અરવીંદભાઇની પત્ની પારૂલબેન અને મહેશભાઈ વાલાભાઇ ગામી પણ ધરમાંથી બહાર આવી જેમ તેમ બોલવા લાગતાં મેં તેમને બોલવાની નાં પાડતાં મહેશભાઇએ મને પકડી છાતી તથા પેટનાં ભાગે ઢીકાનો માર મારવા લાગ્યા હતાં. મને વધુ મારમાંથી છોડાવવા મારા મમ્મી મધુબેન વચ્ચે પડતાં પારૂલબેને છુટો પથ્થર મારતાં મારા મમ્મીનાં માથાનાં પાછળનાં ભાગે વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું અને મારા મમ્મી નીચે પડી જતાં હરીભાઇ ભાવુભાઇએ લાકડીથી માર માર્યો હતો.અને મારા ભાઇ દિલીપભાઇ તથા મારા ભાભી સંગીતાબેન, મારા પિતા કેશાભાઇ આવી અમને વધુ મારમાંથી છોડાવ્યા હતાં.

અને ત્યાં માણસો ભેગા થઇ જતાં આ લોકો અમને કહેવા લાગ્યા કે હવે પછી અમારા ઘર પાસેનાં રસ્તેથી નીકળશો તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપીને તેમના ઘરમાં જતાં રહ્યા હતાં.અને અમે સારવાર માટે બગોદરા સી.એચ.સી. ખાતે સારવાર માટે ગયા હતાં.પછી તેમણે બગોદરા પોલીસમાં 4 વ્યક્તિ સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...