તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાવળામાં આવેલા સરકારી ચાર રસ્તા ઉપર શટલ રીક્ષા મુકવા બાબતે રીક્ષા ચાલકને પાઈપથી માર મારી મારી નાંખવાની ધમકી આપતાં તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકાનાં રેનવાડાની બાજુમાં રહેતાં સદામહુસેન મેહમુદમીયા મલેક સી.એન.જી.રીક્ષા ભાડે ચલાવીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે સી.એન.જી રીક્ષા લઇને ધોળકા થી બાવળા આવીને બાવળા સી.એચ.સી ચાર રસ્તા પાસે ઉભી રાખી હતી.તે સમયે બાવળામાં રહેતા નાગા ઠાકોરે આવીને કહ્યું કે તું રીક્ષા કેમ અહીં ઉભી રાખે છે.અહી અમારે રીક્ષા મુકવાની છે તેમ કહી ગડદા પાટુંનો માર માર્યો હતો. ત્યારબાદ અમારે સમાધાન થયુ હતું.અને સાંજના સાડા ચાર વાગ્યે રીક્ષા લઇ બાવળા આવીને સી.એચ.સી ચાર રસ્તા પાસે ઉભો હતો ત્યારે નાગા ઠાકોર એકદમ ઉશ્કેરાઇ જઈને માર મારવાની ઘમકી આપતાં હું રીક્ષા લઇ સરખેજ તરફ જવા નીકળ્યો હતો.
નાગા ઠાકોર પણ મારી પાછળ પાછળ આવીને બાવળા મેલડી માતાના મંદીર પાસે રીક્ષા ઉભી રખાવીને લોખંડની પાઇપથી હાથે-પગે માર માર્યો હતો.અને ગાળો બોલીને કહ્યું હતું કે હવે પછી તું રીક્ષા લઇ બાવળા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. જેથી શરીરે મુઢ ઇજાઓ થતાં ઘોળકા સ૨કારી દવાખાને સારવાર કરાવીને બાવળા પોલીસમાં નાગા ઠાકોર વિરૂદ્ધ માર માર્યાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષા ઉભી રાખવા જેવી નાની બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હોવા છતાં અન્ય રિક્ષા ચાલકે ફરિયાદીની રિક્ષાની પાછળ આવી હુમલો કરી ધમકી આપતા ચકચાર મચી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.