તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:કલ્યાણગઢમાં આ જમીન અમારી છે અહીંથી જતા રહો તેમ કહી ધમકી આપી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીએ જમીન વેચાણ રાખી દસ્તાવેજ બનાવી જમીનમાં કંપાઉન્ડ વોલ બનાવવા ખોદાણ કરતાં ભાયલા ગામની 5 વ્યક્તિએ ધસી આવી ધમકી આપતાં પોલીસ ફરિયાદ

બાવળા તાલુકાનાં કલ્યાણગઢ ગામની સીમમાં ખાનગી કંપનીએ જમીન વેચાણ રાખીને દસ્તાવેજ કરાવીને કંપનીએ તે જમીનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પાયા ખોદવાનું કામ ચાલુ કરતાં ભાયલા ગામની 5 વ્યક્તિ એ આવીને કહ્યું કે આ જમીન અમારી છે અહીંથી જતા રહો તેમ કહીને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કંપનીનાં મેનેજરે બગોદરા પોલીસમાં 5 વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ આપતાં બગોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં રહેતાં સુશીલ મદનગોપાલ શક્તિ ટ્રેડર્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે કંપનીનું કામ અત્યારે હાલમાં કલ્યાણગઢ ગામની સીમના જુના સર્વે નંબર 1697 નો નવો સર્વે નંબર 321 તથા 170 પૈકી 3 જેનો નવો સર્વે નંબર 335 માં હાલમાં લોજીસ્ટીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામના પ્રોજેક્ટ માટે દિવાલ બનાવવા માટે કંમ્પાઉન્ડ વોલ બનાવવાના પાયા ખોદવાનું કામ ચાલુ કરવાનું હોવાથી જી.સી.બી.થી ખાડા ખોદવાનું કામ ચાલુ છે.આ જમીન 2014 ની સાલમાં સુરેશભાઇ રણછોડભાઇ ઠક્કર અને પ્રકાશભાઇ પરસોત્તમદાસ પટેલ પાસેથી વેચાણ રાખીને જમીનનો દસ્તાવેજ શક્તિ ટ્રેડર્સના નામે કરાવ્યો છે.

સવારે 8-30 વાગ્યાની આસપાસ મારી સાથે કંપનીમાં કામ કરતા ઉપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા, રાજેન્દ્રકુમાર બાબુલાલ શર્મા અને મુકેશ ગણપતભાઇ પ્રજાપતિ કંપનીમાં પાયા ખોદવાનું કામ ચાલું હોવાથી હાજર હતા. તે સમયે ભાયલા ગામના ભરતભાઇ પરસોત્તમભાઇ, હંસાબેન પ્રવિણભાઇ, પુનમબેન કિશનભાઇ, લક્ષ્મીબેન જીતેન્દ્રભાઇ, શોભનાબેન મહીપતભાઇ તથા ચાંદાબેન રણછોડભાઇ એકસંપ થઇ અમારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જી.સી.બી. પાયા ખોદવાનુ કામ કરતુ હતુ ત્યાં આવ્યા હતાં.

જે.સી.બી.વાળા બ્રીજરાજભાઈ મહીપતસિંહ પરમાર (કલ્યાણગઢ) ના હાજર હોય અને તે વખતે પાંચેય જણાએ એકસાથે જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. અને જણાવેલ કે અમો ભાયલા ગામના છીએ અને આ જમીન મારી છે. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી અમોને જણાવેલ કે આ જમીનમાં કામ બંધ કરો અને જતા રહો અને બીજીવાર આ જમીનમાં દેખાયા તો જાનથી મારી નાખીશું.જેથી અમે ત્યાંથી જતા રહ્યા હતાં.અને બગોદરા પોલીસમાં પાંચેય વિરૂદ્ધમાં ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...