બાવળામાં સભા યોજાઇ:આ ચૂંટણી ગુજરાત 25 વર્ષમાં કેવું બને તે માટે છે : PM

બાવળાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ, ધોળકા, દસ્ક્રોઇ અને વિરમગામ વિધાનસભાનાં પ્રચાર માટે બાવળામાં સભા યોજાઇ
  • ​​​​​​​આ વખતની ચૂંટણી નરેન્દ્ર ન ભૂપેન્દ્ર લડે છે પણ જનતા જનાર્દન લડે છે : મોદીનું આહ્્વાન

બાવળામાં સાણંદ -બાવળા, ધોળકા, દસ્ક્રોઇ અને વિરમગામ એમ ચાર વિધાનસભાનાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાઇ હતી. મોદી હેલીપેડ ઉપર હેલીકોપ્ટરમાંથી ઉતરીને સીધા 104 વર્ષનાં માણેકબેન પરીખને મળ્યાં હતાં અને તેમનાં આર્શીવાદ લઇને તેમની સાથે વાત કરી હતી કે તમારે 106 વર્ષ સુધી જીવવાનું છે અને 2024 માં મારા વડાપ્રધાનની શપથ વિધિમાં આવવાનું છે તમને અત્યારથી જ હું આમંત્રણ આપું છું. ત્યાર પછી સભામાં આવીને પ્રવચન શરૂ કરીને સૌ પ્રથમ બોલ્યા કે પહેલી જ એવી ઘટના છે કે બાવળામાં આવું ને લીલાબાનાં દર્શન નાં કર્યા હોય. લીલાબાનું અવસાન થયું છે. ત્યાર પછી કહ્યું કે આ વખતની ચૂંટણી નરેન્દ્ર ન ભૂપેન્દ લડે છે પણ જનતા જનાર્દન લડે છે.

આપણો જીલ્લો શહેરીકરણ તરફ જતો રહ્યો છે. કોગ્રેસની સરકારમાં મને યાદ છે કે ગામડે જવું હોય તો બીજા દિવસે સાંજે બસ મળતી હતી. આ કોગ્રેસ વાળાએ ગાંધીજીને બધી જ રીતે ભૂલી ગયા છે. આપણી સરકારે માત્રૂ ભાષામાં શિક્ષણ આપવાનું નક્કી કર્યું. જેથી ગામડાનાં યુવાનો પણ ડોક્ટર એન્જીનીયર બની શકે. કોગ્રેસની સરકારમાં એટલે 2O - 25 વર્ષ પહેલા 100 કરોડનું બજેટ હતું. આપણે વધારીને ગામડામાં 24 કલાક વિજળી, નળથી જળ, ઘરે ઘરે ગેસ કનેકશન આપ્યા છે. પહેલા ધોલેરાનું કોઈ નામ પણ લેતું નહોતું - આજે ધોલેરાનો વિકાસ જોવા જેવો છે. ધોલેરામાં વિમાનોનાં કારખાના બનવાનાં છે, સેમી કન્ડકટર આવવાનું છે. જમીનોનાં ભાવો વધી ગયા છે. લોથલમાં મેરીટા મ્યુઝીયમ બનવાનું છે. જેનાથી સ્ટેચ્યું કરતાં પણ વધારે મહત્વ ઉભું કરવાનું છે. 1975 માં હું અને ભૂપેન્દ્રસિહ સ્કુટર ઉપર લોથલ ગયા હતાં ત્યારે મારું આ વિઝન હતું.

સાણંદ પંથકમાં જમીનનાં ભાવો વધવાથી નોટો ગણવાનું મશીન લોકો ઘરે લઈ લાવ્યા અને કોથળો ભરીને 4 બંગડી વાળી ગાડી લેવા જતાં થયા છે. કોગ્રેસની સરકારમાં 20 સબ સ્ટેશન હતાં અત્યારે અમે 90 કર્યા છે. ગામડા સમૃદ્ધ કરવાની દિશામાં કામ અમારી સરકારે કામ કર્યું છે. નર્મદા પાણીથી સાબરમતીને જીવતી કરી દીધી છે. તેનું આજે પરીણામ જોવા મળે છે. ગામડાનાં તળાવો જીવતા કર્યા છે. ફતેવાડીથી લાભ મળ્યો છે. તેનાથી આ વિસ્તારમાં 1.5 લાખની જગ્યાએ 4 લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 400 રાઇસ મીલ છે તેમાંથી 100 થી વધુ રાઇસ મીલો બાવળામાં છે.

બાવળાનો પણ વિકાસ થયો છે. પહેલા માતાઓ ઓપરેશન નાં કરાવે કારણ દેવાનાં ડુંગરમાં તળે આવી જઇશું પણ આયુષ્યમાન કાર્ડથી 5 લાખ સુધી તમારૂ બીલ આ તમારો દિકરો ચુકવશે. કિશાનો માટે સન્માન નિધિમાં 2000 રૂપીયા ખાતામાં જમા થાય છે. તમારી સતત હું ચિતા કરૂં છું. આ ચુંટણી આગામી ગુજરાત 25 વર્ષમાં કેવું બને તે માટે છે. મજબૂત પાયો નાંખવા માટેની છે.

પછી જનતાને કહ્યું કે તમે મારી અપેક્ષા પુરી કરશો ? પાકા પાયે કરશો ? જનતાએ હાથ ઉંચા કરીને હા પાડી એટલે કહ્યું કે ભૂતકાળનાં બધા પોલીગ બૂથમાં રેકોર્ડ તોડવાનું છે. અને તેમાથી કમળ નીકળશેને તેના માટે ઘરે ઘરે જશો ને ? મે કીધેલી બધી વાતો કહેશો ને ? અને છેલ્લે તમે મારું અગંત કામ કરજો કે ઘરે ઘરે જઈને કહેજો કે વડાપ્રધાન નહીં પણ આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતાં તેમણે તમને પ્રણામ પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...