ધરપકડ:દોરડું નાંખી વાયરો ભેગા કરીને વીજલાઇન બંધ કરી વાયર ચોરતા હતા

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCBએ વાયર ચોર કુમાવત ગેંગના 3ને પકડી લઇ 9 ગુનાનો ભેદ ઉકેલ્યો
  • 38,500 રૂપિયાનો​​​​​​​ મુદામાલ જપ્ત, 29 જગ્યાએ ચોરી કર્યાની કબુલાત કરી

અમદાવાદ જિલ્લામાં વીજ વાયરોની ચોરી વધી જવા પામી હતી. એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે સનાથલ સર્કલ પાસેથી વીજ લાઇનના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરતી કુમાવત ગેગના 3 ચોરને પકડી પાડીને 9 ગુનાનો ભેદ ઉકેલીને 38,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેઓને 29 જગ્યાએ ચોરી કર્યાની કબુલાત કરી હતી. 2 આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા હતા.

એલ.સી.બી.પી.આઈ ડી.બી.વાળાએ ગુનાઓની યાદી બનાવી હેડવાઇઝ સ્ક્રુટીની કરી હતી. જેમાં ધ્યાને આવ્યું હતું કે એક ચોક્કસ એમ.ઓ. ધરાવતી ગેંગ રાત્રે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ગામોમાં સીમ વિસ્તારમાં આવેલી જી.ઇ.બીની ચાલુ વીજલાઇનના એલ્યુમિનિયમનાં વાયરોની ચોરી કરે છે.

જેથી આ ગેંગને પકડી લેવા તેમની ટીમને કામે લગાડતાં કોન્સ્ટેબલ વિપુલકુમાર પટેલને બાતમી મળી હતી કે જી.ઇ.બીની ચાલુ વીજ લાઇનનાં એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરતી કુમાવત ગેંગના 3 ચોર સનાથલ સર્કલ ઉપર આવવાના છે. જે બાતમીના આધારે એલ.સી.બી પી.આઇ. ડી.બી.વાળા, પી.એસ.આઇ આર.જી.ચૌહાણ, એ.એસ.આઇ ધરમશીભાઇ રબારી, વગેરે વોચમાં ગોઠવાઇ ગયા હતા

અન્ય સમાચારો પણ છે...