વીજવાયરની ચોરી:બાવળાના ભામસરા અને મીઠાપુરનાં ખેતરમાંથી UGVCLના રૂ.4,69,320ના વીજવાયરની ચોરી

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભામસરાના 9 કિલો મીટર, મીઠાપુરના 6 કિલો મીટરના વીજવાયરની ચોરી કરવામાં આવી

બાવળા તાલુકાનાં ભામસરા ગામમાં આવેલા ખેતરનાં બોર ઉપર જતી વીજ લાઇનના 56 ગાળાના ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના 3 વાયરો આશરે 9 કિલો મીટર જેની કિંમત 2,81,592 રૂપિયાની ચોરી કરીને નાસી છૂટતાં બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને પકડી પાડવાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની કોઠ પેટા વિભાગીય કચેરીમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતાં નિકુંજકુમાર પ્રવિણભાઇ બરંડાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, 19 તારીખે અમે બાવળા તાલુકાનાં ભામસરાથી કેશરડી જતાં રોડની બાજુમાં ખેતરમાં આવેલા હયાત 11 કે.વી. સાંકોડ એ.જી. ફીડરની વીજલાઇન ચોરી થયાની જાણ થતાં અમે ટીમનાં માણસો સાથે સવારનાં 11 00 વાગે જગ્યા ઉપર જઇને તપાસ કરતાં ભામસરા ગામનાં કનુભાઇ કરમશીભાઇ મેર, નિકુલભાઇ રામુભાઇ સોલંકી, દશાભાઇ વીરાભાઇ મેર, રમેશભાઇ લધુભાઇ રાઠોડના ખેતરે બોરની લાઇનના 56 ગાળાની 3 વાયરવાળી આશરે 3 કીલો મીટર સુધીના વીજવાયર કપાયેલો હોવાથી જે 3 કી.મી.વીજલાઇનનાં ત્રણ વાયરો હોવાથી કુલ 9 કી.મી વીજવાયરોની ચોરી થવા પામી હતી.

જેથી 1 કી.મી.નાં વીજવાયરની કિંમત 31,288 રૂપિયા લેખે કુલ 9 કી.મી.નાં કુલ કિમંત 2,81,592 રૂપિયાની ચોરી થયાનું માલુમ પડતાં બનાવની જાણ કાર્યપાલક ઇજનેરને કરતાં તેમણે ફરીયાદ આપવાનું કહેતાં તેમણે બગોદરા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બાવળા તાલુકાનાં મીઠાપુર ગામમાં આવેલા ખેતરનાં બોર ઉપર જતી વીજ લાઇનનાં 40 ગાળાનાં ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ના 3 વાયરો આશરે 6 કિલો મીટર જેની કિંમત 1,87,728 રૂપીયાની ચોરી કરીને નાસી છૂટતાં બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને પકડવાં ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની કોઠ પેટા વિભાગીય કચેરીમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતાં નિકુંજકુમાર પ્રવિણભાઇ બરંડાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, 24 તારીખે અમે બાવળા તાલુકાનાં મીઠાપુર ભોગાવો પુલ નદીની બાજુમાં આવેલી હયાત 11 કે.વી.લોલીયા એ.જી. ફીડરની વીજલાઇન ચોરી થયાની જાણ થતાં અમે ટીમનાં માણસો સાથે જગ્યા ઉપર જઇને તપાસ કરતાં મીઠાપુર ગામનાં રણછોડભાઇ લધુભાઇ હદવાણીના ખેતરે જતી લાઇનનાં 40 ગાળાની 3 વાયરવાળી આશરે 3 કીલો મીટર સુધીનાં વીજવાયર કપાયેલો હોવાથી જે 2 કી.મી.વીજલાઇનનાં 3 વાયરો હોવાથી કુલ 6 કી.મી વીજવાયરોની ચોરી થવા પામી હતી.

જેથી 1 કી.મી.નાં વીજવાયરની કિંમત 31,288 રૂપીયા લેખે કુલ 6 કી.મી.નાં કુલ કિમંત 1,87,728 રૂપીયાની ચોરી થયાનું માલુમ પડતાં બનાવની જાણ કાર્યપાલક ઇજનેરને કરતાં તેમણે ફરીયાદ આપવાનું કહેતાં તેમણે બગોદરા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આમ બાવળાના ભામસરા,મીઠાપુરના ખેતરમાંથી UGVCLના રૂ.4,69,320ના વીજ વાયરની ચોરી થતાં પથકમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...