તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:45000ની મશીનરી અને 100 નંગ નાની-મોટી ડાઇની ચોરી

બાવળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરાળા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં ચોરી

બાવળા તાલુકામાં આવેલી કેરાળા જી.આઇ.ડી.સી.માં આવેલી ખાનગી કંપનીમાં ચોરોએ પ્રવેશ કરીને 45000 રૂપીયાની જુદી જુદી મશીનરીનાં સાધનો, મોટરો અને 100 નંગ જેટલી કંપનીની નાની-મોટી ડાયોની ચોરી કરીને નાસી છૂટયા હતાં.જેથી ચોરી થયાની ફરીયાદ બાવળા પોલીસમાં નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાશી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાવળા તાલુકાની કેરાળા જી.આઇ.ડી.સી.માં સોમનાથ ઇન્ડસ્ટીયલ પાર્કમાં આવેલી ભાગવત ટેકનો કાસ્ટ પ્રા.લી.કંપની આવેલી છે. આ કંપનીનાં ધવલભાઇ નારણભાઇ પાડલીયાએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે 4 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધીમાં કોઇપણ સમયે ચોરોએ કંપનીમાં ધુસી જઈને સ્ટોર રૂમમાં પ્રવેશ કરીને અંદર રહેલા મશીનરીનાં સ્પેર -પાર્ટસ, સ્ટાટર, મશીનમાં વપરાતી મોટર, MCB વેલ્ડીંગ મશીન અને અન્ય સામાન મળી 45000 રૂપીયા વસ્તુઓ તેમજ કંપનીનાં પ્લાન્ટ વિભાગમાંથી વેક્સ એકસુઝન મોલ્ડીંગની નાની-મોટી - 30 નંગ ડાય અને ઓફીસમાંથી વેક્સ ઇન્જેકશન મોલ્ડીંગની નાની-મોટી - 70 નંગ ડાય મળી કુલ 100 ડાયની ચોરી કરીને નાશી છૂટયા હતાં.આ બાબતની ફરીયાદ બાવળા પોલીસમાં કરવામાં આવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાશી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંંટણી સમયે તસ્કરો બેફામ બનીને ચોરીને અંજામ આપી રહ્યા છે. જેથી પોલીસ પેટ્રોલિંગ વધે તેવી લોકોની માગણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો