ચોરી:બગોદરાના 2 મકાનમાંથી 45 તોલા સોનું, 3 કિલો ચાંદી અને 10 હજાર રોકડની ચોરી

બાવળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કર્યો હતો. - Divya Bhaskar
તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કર્યો હતો.
  • ગામમાં મોડી રાતે ત્રાટકેલા તસ્કરો લાખોની માલમત્તા લઇને નાસી છુટતાં પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે લોકોને સવાલ

બાવળા તાલુકાનાં બગોદરામાં તસ્કર રાજ જોવા મળી રહ્યું છે. બગોદરા ગામમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને બે મકાનોનાં તાળા તોડી અંદર પ્રવેશ કરીને કબાટ અને તિજોરી તોડીને અંદર રહેલા 45 તોલા સોનાનાં દાગીના, 2 કિલો અને 650 ગ્રામ ચાંદીનાં દાગીના અને 10000 રૂપીયા રોકડાની ચોરી કરીને ભાંગી ગયા હતાં.સવારે મકાન માલીકને ચોરીની જાણ થતાં બગોદરા પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને ચોરીનો ગુનો નોંધી નાશી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બગોદરામાં રહેતા વાઘાભાઈ હરિભાઈ ભરવાડ મકાનમાં રાત્રે સુતા હતા.તેઓ મોડી રાત્રે ભર નીંદર માણી રહ્યા હતાં ત્યારે તસ્કરોએ ત્રાટકીને તેમના મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરીને રૂમમાં મૂકેલી તિજોરીનું લોક તોડીને તિજોરીમાં રહેલો સામારી ઘરની અંદર વેર -વિખેર કરીને અંદર રહેલા 45 તોલા સોનાના દાગીના તેમજ 2 કિલો 650 ગ્રામ ચાંદીનાં ઘરેણા અને 10000 રૂપીયા રોકડાની ચોરી કરીને ભાગી છૂટયા હતાં.

તેમજ ગામમાં રહેતાં ઈશ્વરભાઈ પોપટભાઇ ચૌહાણના મકાનનાં પણ તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને કબાટ અને તિજોરી તોડીને અંદર રહેલા ચાંદીની 2 લકી અને લગ્નનાં ચાંદલાના 10,000 રૂપિયા રોકડા ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતાં. સવારે ઘરનાં સભ્યોએ જાગીને જોયું તો ઘરમાં સામાન વેર-વિખેર પડ્યો હતો અને તિજોરી - કબાટનાં તાળા તૂટેલા હતાં.જેથી તેમાં જોયું તો સોના-ચાંદીનાં દાગીનાઘ, રોકડ રકમની ચોરી થયાની જાણ થતાં ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મકાન માલીકે બગોદરા પોલીસને જાણ કરતાં બગોદરા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ શરૂ કરી હતી.મોટી ચોરી થયાની જાણ થતાં જ ધોળકા ડી.વાય.એસ.પી.રીના રાઠવા, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ દોડી આવીને તપાસમાં લાગી ગયા હતાં. જેથી બંને મકાન માલીકોએ ચોરીની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને સોના-ચાંદીનાં 1,75,000 રૂપીયાની કિમત ગણીને નાસી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પહેલા બગોદરામાં ત્રણથી ચાર મકાનોની ઘટફોડ ચોરી થવા પામી છે.પરંતુ પોલીસ આજ દિન સુધી ચોરોને પકડી શકી નથી.એક જ રાતમાં બે મકાનોનાં તાળા તોડીને મોટી ચોરી કરીને જતાં રહેતાં પોલીસની નાઇટ પેટ્રોંલીંગનાં લીરેલીરા ઉડતાં દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...