રજૂઆત:સાણંદના જુવાલમાં પાણીની રજૂઆત કરવા મહિલાઓ સરપંચના ઘરે પહોંચી

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચના પતિએ અપશબ્દો બોલી પાણી નહીં મળે તેમ કહેતાં મહિલાઓ બાવળા પોલીસ મથકે ફરિયાદ આપવા દોડી ગઇ

સાણંદ તાલુકાનાં જુવાલ ગામમાં પીવાનું પાણી ઘણા સમયથી નહીં મળતાં ગામની મહીલાઓ અને ગ્રામજનો સરપંચનાં ઘરે રજુઆત કરવા પહોંચતાં સરપંચનાં પતિ દ્વારા ગાળો બોલીને અપશબ્દો બોલીને પાણી નહીં મળે અમારૂં પેશાબ પીવો. તેવું કહેતાં મહીલાઓ અને ગ્રામજનો બાવળા પોલીસ સ્ટેશને તેમનાં વિરૂદ્ધ ફરીયાદ આપવા પહોંચ્યા હતાં.બાવળા પોલીસે અરજી લઇને તપાસ હાથ ધરી છે. બાવળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાણંદ તાલુકાનાં જુવાલ ગામમાં ઘણા સમયથી પીવાનાં પાણી આપવામાં આવતું નથી. રાત્રે 2 વાગે પાણી આપવામાં આવે છે.

રાત્રે ગ્રામજનો અને મહીલાઓ સરપંચનાં ઘરે પીવાનું પાણી આપવામાંની રજુઆત કરવા માટે ગયા હતાં.ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં પીવાનું પાણી બોરમાંથી પાણી આપવામાં આવે છે. ગામનાં સરપંચ છાયાબેન સંજયભાઈ મકવાણા દ્વારા દ્વેષ ભાવના રાખવામાં આવે છે.રાત્રે 8 વાગ્યાની જગ્યાએ રાત્રે 2 વાગે પાણી આપવામાં આવે છે.મોટે ભાગે આપવામાં આવતું નથી.જેના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. અને પીવાનું પાણી નહીં મળતાં ગ્રામજનો કંટાળી ગયા છે.આ બાબતે અવાર-નવાર સમયસર પાણી આપવા માટે રજુઆત કરવામાં આવી છે.

પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતાં રાત્રે ગ્રામજનો અને મહીલાઓ મોટી સંખ્યામાં સરપંચના ઘરે રજુઆત કરવા ગયા હતાં.ઘરે સરપંચનાં પતિ અને તેમનાં ઘરનાં સભ્યો હાજર હોવાથી મહિલાઓને અપશબ્દો બોલી ગાળો બોલીને અપમાનીત કરીને કહ્યું હતું કે તમારાથી જે થાય તે કરી લો અમારી મરજી થશે ત્યારે પાણી મળશે.

કોઈ દિવસ પાણી નહીં આવે જો પીવું હોય તો મારો પેશાબ પીવો તેવી અભદ્ર વાણી ઉરચારતાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં મોડી રાતે બાવળા પોલીસ સ્ટેશને સરપંચ છાયાબેન તેમના પતિ સંજયભાઈ, સરપંચનાં જેઠ મેહુલભાઈ વિરુદ્ધ ફરીયાદ આપવા પહોંચ્યા હતાં.પોલીસે અરજી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...