તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:બાવળામાં લોખંડની પાઇપો સાથે ઘરમાં ઘૂસી મહિલાને માર મારી તોડફોડ કરી

બાવળા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તારો છોકરો ક્યાં છે બહાર કાઢ આજે તેને પતાવી દેવાનો છે તેવી ધમકી આપી
  • ઝઘડામાં બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવતા હથિયારો લઇ આવેલા 4 શખ્સો ફરાર થયા હતા
  • બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

બાવળામાં 4 લોકોએ લાકડી અને લોખંડની પાઇપ લઇને આવીને મહીલાને કહ્યું કે તારો છોકરાને બહાર કાઢ આજે તેને પતાવી દેવો છે તેમ કહી મહીલાને માર મારી ઘરમાં ધુસી જઈને એલ.ઇ.ડી. ટી.વી. અને બીજા સામાનની તોડફોડ કરી 4350 રૂપીયા ક્યાંક પાડી દઈ ગુમ કરીને ઘરની બહાર મુકેલા એક્ટીવાને લાકડીઓ મારી તોડી નાખી નુકશાન કરીને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહીલાએ 4 વ્યકિત વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળામાં આવેલા કુમારશાળાની પાછળ આવેલી નાગદેવતા સોસાયટીમાં રહેતાં સજનબેન રમણભાઇ ઠાકોરે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે સોમવારે સાંજના સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ નાનો દિકરો હર્ષદ, મોટા દિકરા સંજયની પત્ની અર્ષિતાબેન ત્રણેય જણા ઘરે હાજ૨ હતા તે સમયે અમારા મકાનની પાસે આવેલા દલિતવાસના બે છોકરાઓ તેમના હાથમાં લાકડી તથા લોખંડની પાઇપ લઇને આવ્યા હતાં. હું ઘરની બહાર ઉભી હોવાથી મને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતાં. જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા બન્ને જણાનું ઉપરાણુ લઇને બીજા બે માણસો હાથમાં લાકડીઓ લઇ દોડતા આવ્યા હતાં. અને ચારેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ મને કહેવા લાગ્યા કે તારો દિકરો સંજય કયાં છે તેને ઘરમાંથી બહાર કાઢ આજે તો તેને પતાવી દેવો છે.જેથી મેં કહ્યું કે મારા દિકરાએ તમારૂ શું બગાડ્યું છે જેથી તમો બધા તેને મારવા મારા ઘરે આવ્યા છો. તેવું કહેતાં એક વ્યકિતએ કોણીના ભાગે લાકડી મારતા હું નીચે પડી ગઇ હતી અને બીજા વ્યકિતએ કમરમાં લોખંડની પાઇપ મારી હતી.

જેથી મેં બુમાબુમ કરતાં નાનો દિકરો હર્ષદ, બન્ને દીકરાની પત્નીઓ આવી ગયા હતાં. હર્ષદ તેઓને ઓળખી ગયો હતો. લાકડી મારનાર હર્ષદ ઉર્ફે ભાણો (વણકરવાસ, બાવળા), લોખંડની પાઇપ મારનાર ધીરૂભાઇ પરસોત્તમભાઇ વાણીયા ( કુબેરનગર સોસાયટી, બાવળા) નાં હતો. તેમનો દિકરો હર્ષદ અને દિકરાની પત્નીઓએ વચ્ચે પડીને છોડાવવા લાગતાં હર્ષદ ઉર્ફે ભાણો અને ભોલો વિનુભાઇ વાણીયા બંનેએ લાકડીઓ લઇ ઘરમાં ઘુસી ગયા હતાં અને એલ.ઇ.ડી. ટી.વી. લાકડી મારી તોડી નાંખ્યું હતું.ઘરની બહાર મુકેલું એકટીવાને લાકડીઓ મારી નુકશાન કર્યું હતું.બંન્ને જણા ઘરમાં લાકડીઓ મારી તોડફોડ કરતા હોઇ તે વખતે ટી.વી.નાં નીચેના ભાગે 4350 રૂપીયા મુક્યાં હતાં તે ક્યાંક પડી ગયા હતાં. સંજયભાઇ બહાર ઉભા ઉભા જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલતો હતો. ઝઘડામાં વધારે બુમાબુમ થતાં આજુબાજુમાંથી માણસો ભેગા થઇ જતા ચારેય જણા તેમના મારક હથીયારો લઇને જતા રહેલા અને જતા જતા આ લોકો કહેતા હતા કે તારા દિકરા સંજયને સમજવી દેજે નહીતર તેને અમો જાનથી મારી નાખીશું. તેવી ધમકીઓ આપી હતી.

સજનબેનને ઇજા થઇ હોવાથી સરકારી દવાખાનામાં સારવાર કરાવવા લઈ ગયાં હતાં. ત્યાં તેમને જાણવા મળ્યું કે મારા મોટા દિકરા સંજય સાથે રહેતા રાહુલ જયંતીભાઇ ઠાકોરને બાવળાના દલીતનાં છોકરા સાથે ઝઘડો થયો હોઇ મારો દિકરો સંજય રાહુલભાઇ જયંતીભાઇ ઠાકોર સાથે ફરતો હોવાથી જેની અદાવત રાખી હર્ષદ ઉર્ફે ભાણો, ધીરૂભાઇ વાણીયા, ભોલો વાણીયા અને સંજયભાઇએ ઘરે આવી ઝઘડો કરીને ટી.વી., એકટીવા અને બીજા સામાનની તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...