તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બગોદરા પાસે આવેલી રોહીકા ચોકડી પાસેથી બાતમી આધારે સૌરાષ્ટ્ર તરફ બે ટ્રકમાં ખાલી કેરેટની આડમાં લઇ જવાતો 5280 બોટલ વિદેશી દારૂ અને 2160 નંગ બીયરનાં ટીન મળી કુલ 36,68,300 રૂપીયાનો મુદામાલ બગોદરા પોલીસે ઝડપી પાડીને બે બુટલેગરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. ધોળકાનાં ડી.વાય, એસ.પી. રીના રાઠવાએ પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરીને અને તેમનાં માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ પેટ્રોંલીંગ કરી રહી હતી ત્યારે કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહને બાતમી મળી હતી કે બાવળા તરફથી બે ટ્રકમાં ખાલી કેરેટોની નીચે વિદેશીદારૂનો મોટો જથ્થો ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહી છે. જે બાતમીનાં આધારે બગોદરાનાં પી.એસ.આઇ. વાય.એ. પરમાર, એ.એસ.આઇ ગંભીરસિંહસહિતની ટીમે બગોદરા પાસે આવેલી રોહીકા ચોકડી ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં.
થોડીવારમાં જ બાતમી મુજબની બંન્ને ટ્રકો આવતા તેને ઉભી રખાવીને ટ્રકો ચેક કરતા એક ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની 2436 બોટલો તથા 1080 નંગ બીયરના ટીન મળી આવ્યા હતાં.અને બીજી ટાટા ટ્રકમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 2844 વિદેશી દારૂની બોટલો તથા 1080 નંગ બીયરના મળી આવ્યા હતાં.જેથી પોલીસે 18,74,400 રૂપીયાનો વિદેશી દારૂ, 20,00,000 રૂપીયાની બે ટ્રકો, 80,000 રૂપીયાનાં 800 ખાલી કેરેટ મળી કુલ 39,68,300 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને વિજય મોહનલાલ મેનન ( હીમાચલપ્રદેશ) અને બલબીરસિંગ હરીક્રિષ્ન હરીજન ( પંજાબ ) ને ઝડપી લઈ જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.