ધોળકા તાલુકાનાં સાથળ ગામમાં રહેતાં અલકાબેન ભરતભાઈ દેવીપૂજક ( 25 વર્ષ) ને ડિલિવરીનો દુ:ખાવો ઉપડતા તેમનાં ઘરનાં સભ્યએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં ધોળકાની 108 બીજી જગ્યાએ ગઈ હોવાથી બાવળાની 108ને જાણ કરતાં બાવળા 108નાં ઇ.એમ.ટી. રવિ લાલકિયા અને પાયલોટ હરપાલસિંહ ઝાલા તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને દર્દી લઇ દવાખાને જતા હતાં.
ત્યારે ૨સ્તામાં જ દુઃખાવો વધારે ઉપડતાં દવાખાને પહોંચે તે પહેલાઈ.એમ.ટી. રવિ લાલકીયાએ એમ્બુલન્સની અંદર જ સફળ ડીલીવરી કરાવી હતી.અને માતા- બાળકની તબીયત સારી હતી. વધુ સારવાર માટે તેમને ત્રાસદ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.એમ્બુલન્સની અંદર જ સફળ ડીલીવરી કરાવતાં દર્દીનાં સગાએ 108 ની ટીમનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.