સ્નેહમિલન:શિક્ષક પર્યાવરણ મિત્ર તરીકે દત્તક દીકરીના નામ સાથે વૃક્ષને નામાભિમાન કરી તેનું જતન કરે

બાવળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું

બાવળામાં તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકાની બેઠક અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઇ ગયો. કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે સંગઠન મંત્રી અરુણભાઈ જોશી, ઉપાધ્યક્ષ સરદારસિંહ મછાર, પ્રચારમંત્રી રાકેશભાઈ ઠાકર, સંઘભાગ કાર્યવાહ સુરેશભાઈ પટેલ, અમદાવાદ જીલ્લાના હોદ્દેદારો અને બાવળા કે.ની.મુકેશભાઈ સોલંકી હાજર રહ્યા હતાં. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ બાવળા પરિવાર દ્વારા કોરોનાથી અવસાન પામેલા શિક્ષક માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.અને તે શિક્ષકના પરિવારજનોને 5000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. તેમજ નિવૃત થયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંઘ ભાગ કાર્યવાહ સુરેશભાઈ પટેલ દ્વારા યોગના લાભ વિશે જણાવવામાં આવ્યું હતું. અને યૌગિક ક્રિયા દ્વારા શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રાકેશભાઈ ઠાકર દ્વારા સમાજમાં સંગઠનના મહત્વ વિશે તથા કાર્યકરોના યોગદાનની ઉત્કૃષ્ટ સમજ આપવામાં આવી હતી. સરદારસિંહ મછાર તથા અરુણભાઈ જોષી દ્વારા સદસ્યતા અભિયાન, શાળા અને પ્રત્યેક શિક્ષકને સંગઠનના હેતુઓ, ધ્યેય અને ઉદ્દેશોથી વાકેફ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.દરેક શિક્ષક પર્યાવરણ મિત્ર તરીકે ભૂમિકા ભજવે અને દત્તક દીકરીના નામ સાથે વૃક્ષને નામાભિમાન કરી તેનું જતન કરવાં આહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...