વાતાવરણમાં પલટો:ભારે પવનથી ધીંગડા ગામમાં મકાનોનાં પતરાં ઉડ્યાં

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
  • 10થી વધુ મકાનને​​​​​​​ નુકસાન, લીમડાનાં 4 ઝાડ પણ પડ્યાં

બાવળા શહેર અને તાલુકામાં અંગ- દઝાડતી ગરમી અને ભારે ઉકળાટ પછી મંગળવારે સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાવા લાગ્યા હતાં અને વિજળીનાં કડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડતાં રોડ ઉપર અને ખાબોચીયા પાણીથી ભરાઇ ગયા હતાં. ખેડુતોએ કહ્યું કે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડ્યો હોવાથી આ વર્ષે સારો વરસાદ પડશે.એકાએક વાતાવરણ પલટાતાં અને ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી .અને બાળકો ગેલમાં આવી ગયા હતાં અને પ્રથમ વરસાદમાં નાહવાની મોજ માણી હતી.

ભારે પવન ફૂંકાતા બાવળા તાલુકાનાં ધીંગડા ગામમાં મકાનનાં પતરાં અને નળીયા ઉડ્યાં હતાં.જેમાં 10થી વધારે મકાનોને નુકશાન થવા પામ્યું હતું. તેમજ 4 મોટાં લીમડાનાં ઝાડ પડી ગયા હતાં.તેમજ વીજળીનો થાંભલો પણ પડી ગયો હતો.સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી. તાલુકામાં ભારે પવન અને વરસાદનાં કારણે વિજળી ડુલ થઈ જવા પામી હતી.વરસાદ બંધ રહેતાં વીજળી ચાલું થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...