તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાવળા બજારમાં લાકડી મારી ટૂ વ્હીલરને નુકસાન પહોચાડ્યું

બાવળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવકને લોખંડનો પાઇપ મારતા ફરિયાદ

બાવળા બજારમાં બે વ્યકિતએ ગાડીમાં આવી પાર્ક કરેલા એકટીવાને લાકડી મારી નુકશાન પહોંચાડીને એકટીવા માલીકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દુર્ગાનગર સોસાયટીમાં રહેતાં અભિષેકભાઇ ઘનશ્યામભાઇ આચાર્ય સ્ટુડીયો ચલાવી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તે બજારમાં આવેલા રાજકમલ સ્ટુડીયો ઉપર જઈને કામ પતાવી બીજી દુકાને ગયો હતો.સ્ટુડીયો ઉપર તેનો ભાઇ કૌશલ બેઠો હતો. સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ સ્ટુડીયો એક્ટીવા નંબર GJ 18 AA 1984 પાર્ક કર્યું હતું. અને નંબર વગરની લાલ કલરની આઇ 20 ગાડીમાંથી બે માણસો ઉતર્યા હતાં. અને એક માણસે એકટીવાને લાકડી મારતો હોવાથી કૌશલે તેને આમ નહી કરવા જણાવતા તેની સાથેના બીજા માણસે બિભત્સ ગાળો બોલી નીચે આવવા જણાવતા તે નીચે નહી જતા તે ઉ૫૨ સ્ટુડીયોમાં આવીને લોખંડની પાઇપનો એક ઘા બરડામાં માર્યો હતો. જેથી તે નીચે ૫ડી ગયો હતો જેથી બીજો ઘા માંથામાં મારવા જતાં હાથ વચમાં નાખતા લોખંડની પાઇપ મોઢા ઉપર વાગી હતી. જેથી બન્ને જતાં જતાં કહેતા હતા કે આજે તો બચી ગયો છે પરંતુ હવે અમારી સામે બોલીશ તો તને જાનથી મારી નાંખીશું. તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...