કામગીરી:બાવળા ARTOમાં વાહનોના પસંદગીના નંબરોની પ્રક્રિયા હાથ ધરાશે.

બાવળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-ઓક્શનનું પરીણામ તા.25ની રાતે જાહેર કરવામાં આવશે

બાવળા એ.આર.ટી.ઓ.માં જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ વ્હીલર માટેની સીરીઝ જી.જે - 38 - AA, AB, AC, AD, AE, AG અને ફોર વ્હીલર માટેની સીરીઝ જી.જે.- 38 - B, BA, BB, BC, BD નું રી- ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે .જેથી પસંદગીનાં ગોલ્ડન અને સીલ્વર નંબરો મેળવવા માટે ઇ - ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી 19 થી 22 નવેમ્બર સુધી કરી શકશે . ઇ ઓકશનનો બિડિંગ કરવા માટે 23 થી 24 નવેમ્બરને રાત્રે 11-59 વાગ્યા સુધી રહેશે. ઇ- ઓકશનનું પરિણામ 25 નવેમ્બરને રાત્રે 12 વાગ્યે જાહેર કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા માટે વાહન માલિકે પ્રથમ વેબસાઇટ ઉપર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈ.ડી અને પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે.પસંદગીનો નંબર મેળવવા માટે નોંધણી , યુઝર આઈ.ડી. પાસવર્ડ વેબસાઈટ પર લોગીન કરીને વાહન ખરીદીના 7 દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે . હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. તેમજ અરજદારને વેબ સાઇડ ઉપર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો વખત હરાજીની રકમમાં 1000 રૂપીયાનાં ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. તેમ બાવળા ARTO એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...