ઉચાપત:રજોડાના પોસ્ટમેને રૂપિયા 3950ની ઉચાપત કરી

બાવળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ખાતેદારનાં નાણાં લઇ જમા નહીં કરાવી ઉચાપત કરતાં ફરિયાદ થઇ

બાવળા તાલુકાનાં રજોડા ગામનાં પોસ્ટ માસ્ટરે 2013-14માં ગામનાં 5 ખાતેદારોનાં 3950 રૂપીયા લઇને પોસ્ટમાં જમા નહીં કરાવતાં સરકારી નાણાની ઉચાપત કર્યાની બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકા ડીવીઝન પોસ્ટ ઓફીસમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતાં હિતેશભાઇ જયંતિભાઇ પરીખે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે અમારી એસ.એસ.પી ઓફીસથી એ મારા ઉપરી અધિકારીએ સુચના આપી હતી કે બાવળા તાલુકાનાં રજોડા પોસ્ટ ઓફીસમાં વર્ષ 2013-14 ની વાર્ષિક તપાસણી કરવામાં આવતાં ૨જોડા પોસ્ટ માસ્તર તરીકે નોકરી ક૨તા ધનશ્યામભાઈએ ગામનાં 5 ખાતેદારો પાસેથી રૂપીયા લઇને ખાતેદારની પાસબુકમાં રજોડા પોસ્ટ ઓફીસનો સીકકો મારી સહી કરી આપીને તેઓના પોસ્ટ ઓફીસના ખાતામાં રૂપીયા જમા નહી કરાવતાં 5 ખાતેદારોના 3950 રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી સરકારી નાણાની ઉચાપત કરીને પોસ્ટ ઓફીસના ખાતામાં જમાં નહીં કરાવી સરકારી નાણાની ઉચાપત કરી હતી.જેથી બાવળા પોલીસમાં ઉચાપતની ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...