તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામુ:બાવળા APMC ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ખેડૂત વેપારી વિભાગમાં 11 - 11 ઉમેદવારો મેદાને

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમિતિના હોદ્દેદારોની મુદત પુરી થતાં ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડાયું

બાવળામાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીનાં હોદેદારોની મુદત પુરૂ થતાં જ નવા હોદેદારોની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ ઠંડીની સીઝનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જેમાં ખેડુત વિભાગની 10 સીટ, વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની 2 મળીને કુલ 16 સીટ માટે આગામી 7 મી જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે.આ ચૂંટણી માટે તમામ 16 સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. આ ચૂંટણી માટે ખેડુત વિભાગની 10 સીટ માટે 77 ફોર્મ, વેપારી વિભાગની 4 સીટ માટે 21 ફોર્મ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગની 2 સીટ માટે 4 ફોર્મ ભરાયા હતાં.

સૌથી વધારે ફોર્મ ખેડુત વિભાગમાં ભરાયા હતાં. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ પુરી થતાં ખેડુત વિભાગ માંથી 66 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં 10 સીટ માટે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.જયારે વેપારી વિભાગમાંથી 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં 4 સીટ માટે 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.જયારે સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની 2 માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાથી 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં આ વિભાગમાં પ્રવિણસિહ કાનભાઇ ગોહેલ (રજોડા) અને લાભુભાઈ ભોપાભાઇ પટેલ (કેશરડી) બિનહરીફ થવા પામ્યા છે.

7 મી જાન્યુઆરીએ સવારે 9 થી 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં ખેડુત વિભાગમાં 805 મતદારો અને વેપારી વિભાગમાં 322 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારોને ચૂંટશે. 8 મી જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ખેડુત વિભાગનાં ઉમેદવાર તરીકે ગઢવી બળવંતસિંહ હેમંતસંગ (ઢેઢIળ), ગોહિલ ધીરેન્દ્રસિંહ ભગવાનભાઈ (રજોડા), ગોહેલ રાજુભાઇ મોબુભાઇ (મીઠાપુર), ગોહેલ સાગરભાઇ વેલસીભાઇ (કવલા), ચૌહાણ મહેન્દ્રસીંહ ફતેસંગ (ચિયાડા),પટેલ હરિભાઇ મશરૂભાઇ (દેવડથલ), પઢેરિયા બળવંતસિંહ ખુમાનસિંહ (આદરોડા), મકવાણા રમેશભાઇ જેસંગભાઇ (બગોદરા), મેર ગૌતમભાઇ કરશનભાઇ (નાનોદરા), રાઠોડ અશોકભાઇ શંભુભાઇ (ભામસરા), સોલંકી બળવંતસિંહ ભીખુભાઇ (કાવીઠા) મેદાનમાં રહ્યા છે.

આમાંથી ગમે તે એક ઉમેદવારને મતદારો ઘરે મોકલશે. જ્યારે વેપારી વિભાગમાં ઉમેદવાર તરીકે દેસાઇ પંકજકુમાર કનુભાઇ, પટેલ ઘનશ્યામભાઈ ભોગીલાલ, પટેલ પરેશકુમાર અરૂણભાઈ, પટેલ પ્રકાશભાઇ દશરથભાઇ, પટેલ મહેન્દ્રકુમાર ચંદુલાલા, પટેલ મુકેશકુમાર મનસુખભાઇ, પટેલ સુનિલ કનુભાઈ, પટેલ હર્ષદકુમાર ચીમનલાલા, પટેલ હાર્દિકકુમાર કૌશિકભાઇ પુજારા યોગેશકુમાર ઉજમશીભાઇ, બેલદાર ભરતકુમાર સોમાભાઇ મેદાનમાં રહ્યા છે. જેમાંથી 4 ઉમેદવારોને મતદારો ચૂંટીને મોકલશે. ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો