રજૂઆત:માસ-મટનનું ગેરકાયદે વેચાણ થતાં મામલતદારને બંધ કરાવવા માગ કરાઈ

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળામાં સાણંદ ચોકડીથી માધવ કોમ્પ્લેક્ષ પાસેની માસ-મટનું વેચાણ થાય છે
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં જિલ્લા મંત્રીએ રજૂઆત કરી

બાવળામાં સાણંદ ચોકડીથી માધવ કોમ્પ્લેક્ષની વચ્ચે જાહેર માર્ગ ઉપર બનાવવામાં આવેલી માંસ - મટનની હાટડી ગેરકાયદેસર રીતે વેચાણ માટે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બે-રોકટોક ચાલી રહી છે. તેનાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે. ત્યાંથી આવતાં-જતાં લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. જેથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં જિલ્લા મંત્રી હિતેશ જાદવે મામલતદારને આ હાટડીઓ બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે.

તેમણે રજૂઆત કરી છે કે આ દુકાનોમાં સડકની ધાર ઉપર માંસ - મટનનું વેચાણ કરે છે. જેમાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું હોય તેવુ જણાય આવતું નથી. ખાસ એ છે કે આવી દુકાનો દ્વારા ફુડ સેફ્ટીની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવતુ નથી. તેમજ માંસ - મટનની દુકાનોમાં કામ કરનારાઓ પાસે સરકારી ડોક્ટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્ર લીધેલું હોય તેવુ જણાય આવતું નથી.

માંસની ગુણવત્તા માટે પશુચિકિત્સક પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે તેવું પ્રમાણપત્ર લીધું હોય તેવું જણાતું નથી. માંસ-મટનનાં વેચાણ માટે જે છરી વાપરવામાં આવે છે તે ગુણવત્તા સભર જણાતી નથી. કારણ કે માંસ કાપવાનું હથીયાર સ્ટેનલેશ સ્ટીલનું હોવું જોઈએ તે પણ ક્યાંય દેખાતુ નથી. તેઓએ માંસનાં કચરાનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી હોય તેવુ જણાતું નથી.

તેઓએ ઈન્સ્યુલેટેડ એટલે કે માંસનો જથ્થો ફ્રીજમાં મુકવાનો હોય અને તે ફ્રીજ પણ પારદર્શક હોવું જોઈએ.તેના વગર તેઓ માંસનું વેચાણ બેફામ - બેરોકટોક કરે છે.આવા તાપમાનમાં ખુલ્લું માંસ વેચાણ કરવું તે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે. માટે માંસ - મટન વેચાણની ગાઈડ લાઈનનું કયાંય પાલન થતું નથી. આવી દુકાનો તાત્કાલીક અસરથી હટવી જરૂરી છે.

આ સ્થળની નજીક જલારામ મંદિર તેમજ ત્રિ - મંદિર જેવા ધાર્મીક સ્થળો આવેલા છે.અને આવા જાહેર માર્ગ ઉપર સરકારી જગ્યામાં માંસ - મટન ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોય તો આ તત્વોની કેટલી તાકાત હશે તે પણ નક્કી કરવું અઘરૂં છે. તો આવી જગ્યામાંથી તેઓને તાત્કાલીક અસરથી હટાવવા માટે તંત્ર સજાગ અને જાગૃત બને તેવી લેખીત રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...