તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અપીલમાં હાજર રહેવાની તારીખનો પત્ર અને હુકમનો પત્ર એક જ દિવસે મળ્યો

બાવળા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળામાં આવેલી કંપનીમાં થયેલા અકસ્માતની વિગતો મગાઇ હતી
 • ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગનાં નાયબ નિયામકે અરજદાર હાજર ન હોવાથી તેમને સાંભળ્યા વગર હુકમ કરી દીધો

બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલી ખાનગી કંપનીમાં એક અકસ્માત થયો હતો અને તેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતાં ? કેટલા ઈજાગ્રસ્ત થયા હતાં ? તેમના આઈડી કાર્ડ, પી.એફ.નંબર વગેરેની માહિતી બાવળાનાં સામાજીક કાર્યકરે આર.ટી.આઈ.નાં કાયદા હેઠળ માંગી હતી. તેમને માહીતીથી અસંતોષ હોવાથી અપીલ કરી હતી. અપીલમાં તેમને જે તારીખે હાજર રહેવાનું હતું તેની ટપાલ મળી નહોતી જેથી તેઓ હાજર રહ્યા નહોતાં. અને અધિકારીએ અરજદાર હાજર રહ્યા નહીં હોવાથી તેમને સાંભળ્યા વગર તેમનાં વિરૂદ્ધમાં હુકમ કર્યો હતો. જોકે, અરજદારને અપીલમાં હાજર રહેવાનો અને હુકમનો પત્ર બંને એક દિવસે ટપાલથી મળ્યો હતો.

સરી ગામનાં પાટીયા નજીક લેક્ષકોન સ્ટીલ્સ કંપની આવેલી છે. આ કંપનીમાં તા.8/2/18 આજુબાજુમાં કંપનીનાં સ્ટીલનાં વેસલ્સ સાફ કરવા ઉતરેલા કામદારો ઉતરેલા હતાં અને બોયલરની ભઠ્ઠીમાં બેહોશ થઈ ગયા હતાં તેમાંથી કેટલાં મૃત્યું પામ્યાં હતાં ? અને કેટલાને ઇજા થઈ હતી ? તેનો એફ.એસ. એલ. વગેરેની સંપૂર્ણ માહીતી સામાજીક કાર્યકર પ્રફુલભાઇ મહેતાએ આર.ટી.આઇ.મુજબ ફેંકટરી ઇન્ડસ્ટ્રીઅલ સેફટી હેલ્થ ગન હાઉસમાંથી તા. 2/2/2021ના રોજ માંગી હતી.

જેથી તેમનાં અધિકારીએ આ બાબતનો ફોજદારી કેસ ચાલું હોવાથી તેની માહિતી આપી શકાય તેમ નથી. તેવો જવાબ મળતાં અરજદારે તા. 13/3/2021ના રોજ પહેલી આપીલ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગનાં નાયબ નિયામકને કરી હતી.બાદ ના.નિ. પી.એમ.મીસ્ત્રીએ અરજદારની વિરૂદ્ધ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો