તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાવળા તાલુકાના દેવધોલેરા ગામના અપહરણકર્તાને LCBએ ઝડપી લીધો

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ યુવતી અને સગીરાનું અપહરણ કર્યું હતું
  • 2 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો, અંતે પોલીસે તેના ઘરેથી જ પકડી લીધો

યુવતી અને સગીરાનું અપહરણ કરી પોલીસ પકડથી ફરાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો.

અમદાવાદ રેન્જ વિસ્તારમાં નોંધાયેલા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધવા માટે પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખરે અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના આપી હતી.જેથી જીલ્લા પોલીસ વડાએ 1 તારીખ થી 15 તારીખ સુધીમાં 18 વર્ષ સુધીનાં ગુમ થયેલા બાળકો શોધવા માટેની સ્પેશ્યલ ઝુંબેશ રાખીને ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે જીલ્લાનાં પોલીસ અધિકારીઓને સુચના આપી હતી.જેથી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ જી.એમ.પાવરાએ પી.એસ.આઈ. આર.એસ.શેલાણા, એસ.એસ.નાયરની અલગ અલગ ટીમ બનાવીને જીલ્લામાં આજદિન સુધી વણશોધાયેલા ગુમ થયેલા અને અપહરણનાં ગુનાઓની માહિતી એકઠી કરીને તેની ઝીણવટભરી તપાસ કરાવતા બગોદરા પોલીસમાં 2019 માં એક યુવતી અને સગીરાનું અપહરણનો ગુનો નોંધાયો હતો.

જે ગુનો શોધવા એલ.સી.બી. ધોળકા ડીવીજન સ્ટાફે જરૂરી સુચના કરતા આ ગુનાનાં તમામ પાસાઓ બાબતે તલસ્પર્શી તપાસ કરાવતા કોન્સ્ટેબલ દિલીપસિંહ અને ખુમાનસિંહને બાતમી મળી હતી કે આ ગુનામાં ભોગ બનનાર યુવતી તથા સગીરાનું અપહરણ કરનાર સુરેશભાઇ ઉર્ફે ગડો જગદીશભાઇ કોળી પટેલ, રહેવાસી, દેવધોલેરા,તા.બાવળા દેવધોલેરા ગામે તેના ઘરે ભોગ બનનાર સાથે હાજર છે. જે બાતમીનાં આધારે એલ.સી.બી.પી.આઇ. જી.એમ.પાવરા, પી.એસ.આઈ. આર.એસ. શેલાણા, એસ.એસ.નાયર, કોન્સ્ટેબલ હરદીપસિંહ, સુરેન્દ્રસિંહ, દિલીપસિંહ, મહેન્દ્રસિંહ, ખુમાનસિંહ, વિપુલકુમાર, અજયભાઈ, બાવળા પોલીસનાં મહિલા પોલીસ જાગૃતિબેનને સાથે રાખીને સુરેશભાઇનાં ઘરે દરોડો પાડતાં 2 વર્ષથી નાસતો - ફરતો હતો તેને પકડી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને અપહરણના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...