તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નના રંગમાં ભંગ:વરઘોડામાં પોલીસ મહેમાન બનીને પહોંચતાં વરરાજાના પિતા ભાગ્યા પણ પોલીસે પકડી લીધા

બાવળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાવળા પોલીસ મથકની ફાઇલ તસવીર. - Divya Bhaskar
બાવળા પોલીસ મથકની ફાઇલ તસવીર.
  • બાવળાનાં બાપુપુરા (ડોધલીપુરા)માં મંજૂરી વગર લગ્નનો વરઘોડો નીકળતાં પોલીસે 3 સામે કેસ કર્યો
  • પૂર્વ મંજૂરી વિના ડી.જે. બોલાવી ભીડ એકઠી કરી વરઘોડ કાઢવામાં આવ્યો હતો
  • પોલીસ પહોંચતા લગ્નના રંગમાં ભંગ પડતા નાસભાગ મચી હતી

કોવીડ-19નો રોગ ચેપી અને અડવાથી ફેલાતો હોવાનું જાણવા છંતા બેદરકારી દાખવીને બાવળા તાલુકાનાં બાપુપુરા (ડોઘલીપુરા)માં લગ્ન પ્રસંગોમાં ડી.જે.નાં તાલ વરઘોડો કાઢી માણસો ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવતાપોલીસે 3 વ્યકિતને પકડી પાડીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના સંક્રમણ રાજયમાં વધી જતાં સરકારે જાહેરનામું બહાર પાડયું હતું.જેમાં લગ્ન પ્રસંગ પોલીસની મંજુરી સાથે 50 માણસોને હાજર રાખીને કરી શકશે. અને જે જાહેરાનાનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ત્યારે બાવળા પોલીસને બાતમી મળી હતી કે બાપુપુરામાં લગ્ન પ્રસંગમાં કોઇપણ પ્રકારની પુર્વ મંજુરી વગર ડી.જે.નાં તાલ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે.

જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાપુપુરા ગામમાં આવતાં એક પીકઅપ ગાડીમાં ડી.જે.મોટા અવાજમાં વાગતું હતું તેમજ ધોડી ઉપર વરઘોડો ચાલુ હતો તેમજ બીજા માણસો ડી.જેના તાલે નાચતા હતાં. જેમાં ડી.જે.ઓપરેટર રાધેશ્યામભાઇ રૂપાભાઇ પટેલ (કુબા, તા.સાણંદ), ઘોડીને ડીજેના તાલે નચાવનારા અલાઉદીનભાઇ માંકડભાઇ ગાજલાણી (કાયલા), વરરાજાનાં પિતા સુરેશભાઇ ચંદુભાઇ કોળી પટેલ ભાગી ગયા હતાં. જેથી પોલીસે બંનેને પકડી પાડીને ત્રણેય વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...