તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દારૂના ગુનામાં ફરાર આરોપીને બાવળા પોલીસે ઝડપી લીધો, એક વર્ષથી પોલીસને થાપ આપતો હતો

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રોહિબશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી વિવેક સોહનલાલ ચૌધરી. - Divya Bhaskar
પ્રોહિબશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી વિવેક સોહનલાલ ચૌધરી.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જુદાં-જુદાં ગુનામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અમદાવાદ રેન્જ પોલીસ મહાનિર્દેશક અને જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની સુચનાથી ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાનાં માર્ગદર્શન મુજબ સુચનાઓ આપી હતી.

જે સૂચના મુજબ બાવળા પી.આઇ. આર.ડી.સગરની સુચનાથી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, મેરૂભા,અશોકસિંહ,જયવીરસિંહ બાવળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મેરૂભા અને અશોકસિંહને બાતમી મળી હતી કે બાવળા પોલીસમાં પ્રોહિબશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી વિવેક સોહનલાલ ચૌધરી અમદાવાદથી નીકળી બગોદરા તરફ જઇ રહ્યો છે તે બાવળામાં આવેલી આદરોડા ચોકડી ખાતે ઢાબા ઉપર ચા - પાણી કરવા રોકાયો છે.જે બાતમીનાં આધારે બાવળા પોલીસે આદરોડા ચોકડી હાઇ-વે રોડ ઉપર આવેલી ખેતલા આપા ટી સ્ટોલ પાસેથી તેને પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો