તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:સામાજિક ન્યાય સમિતિની ૨ચના રદ કરતાં ઉપવાસ આંદોલન સમેટાયું

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળા તાલુકા પંચાયતનો મામલો

બાવળા તાલુકા પંચાયત કચેરીમાં મળેલી સામાન્ય સભામાં ભાજપે બહુમતીનાં જોરે કારોબારી સમીતીની રચના કરી દીધી હતી.જ્યારે સામાજીક ન્યાય સમીતીની રચના પણ કોગ્રેસનાં વિરોધ હોવા છંતા તેમની મરજી મુજબ રચના કરી દેવામાં આવી હતી.જેથી કોગ્રેસના સભ્ય મહેન્દ્રભાઇ શ્રીમાળીએ તાલુકા વિકાસ અધિકારીએ ગેરરીતી કરીને રચના કરી દીધી છે તેવા આક્ષેપો કરીને તેમનાં સભ્યો સાથે ટી.ડી.ઓ.ની ચેમ્બરની બહાર જ ઉપવાસ ઉપર બેસી ગયા છે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલું રાખવાનાં છે.

તેમજ તેમણે સામાન્ય સભાની પ્રોસેડીંગની કોપી માંગી હતી પરંતું તાલુકા વિકાસ અધિકારીએ પ્રોસેડીંગની કોપી આપવાની ના પાડી દીધી હતી.જેથી તેમણે ઉપવાસ આંદોલન ચાલું રાખ્યું હતું. સામાજીક ન્યાય સમિતિનાં સભ્ય લક્ષ્મીબેન લકુમે રાજીનામું આપતાં ટી.ડી.ઓ.એ તે રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.જેથી સમિતિમાં બે જ સભ્યો રહેતાં હોવાથી સમિતિ કરવામાં આવી હતી.જેથી ઉપવાસ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. કોંગ્રસ દ્વારા સમિતિની રચનામાં ગેરરીતિ આચરાઇનો આક્ષેપ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...