તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મેમર ગામમાં બાઇક ખસેડવા મુદ્દે મોટાએ નાનાને માર માર્યો

બાવળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના ભાઇએ બહાર જવાનું કહી થોડીવારમાં બાઇક હટાવાનું કહેતા મોટાએ ઉશ્કેરાઇ લાકડીથી હુમલો કર્યો

બાવળા તાલુકાનાં મેમર ગામમાં નાના ભાઇએ પોતાના ઘર આગળ બાઇક મુકતાં મોટાભાઇએ બાઇક લઇ લેવાં જણાવતાં તેણે કહ્યું કે મારે બહાર જવું છે તો થોડીવારમાં લઇ લઉં છું તેમ કહેતાં મોટાભાઇએ નાના ભાઇને, તેની પત્નીને લાકડીથી મારીને મારી નાંખવાની ધમકી આપતાં નાના ભાઇએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં મેમર ગામમાં રહેતાં દિનેશભાઇ ભીખાભાઇ મેરેયા બપોરના ત્રણ વાગ્યે ઘરે આવીને બાઇક ઘરે આવવા જવાના રસ્તા ઉપર મુકીને ઘરમાં જતો હતો તે વખતે તેમના મોટાભાઇ ખેંગારભાઈએ કહ્યું કે તું અહીયા બાઇક કેમ મુકે છે તારૂં બાઇક અહીંયાથી લઇ લે. જેથી તેમણે કહ્યું કે મારે કામથી બહાર જવાનું હોવાથી થોડીવારમાં બાઇક લઇ લવ છું. તેમ કહેતાં ખેંગારભાઇ ઉશકેરાઇ જઇને બિભત્સ ગાળો બોલવા લાગતાં તેમને ગાળો બોલવાની ના પાડતા ખેંગારભાઇએ દિનેશભાઇનાં હાથ ઉપર લાકડી મારી હતી.

જેથી બુમાબુમ કરતા દિનેશભાઇનાં પત્ની વિણાબેન અને તેમનાં બા જેઠીબેન આવી ગયા હતાં. તે દરમ્યાન જિગ્નેશ પણ લાકડી લઇને આવ્યો હતો અને તેના પત્નીને લાકડી મારી હતી.ખેંગારભાઇના પત્ની ગીતાબેને તેમનાં સાસુને વાળ પકડીને નીચે પાડી દીધા હતાં.બૂમાબૂમ થતાં આજુબાજુનાં લોકો આવી જતાં તેઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દિનેશભાઇને હાથે ઇજા થઇ હોવાથી બાવળા ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવીને બગોદરા પોલીસમાં ખેગારભાઇ, જિગ્નેશ,ગીતાબેન વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...