તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બેગવા ચોકડી પાસે દારૂ ભરેલી કારનો ચાલક અન્ય કારને ટક્કર મારી ફરાર

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગોદરા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું : બે ને ઈજા, કારમાંથી વિદેશી દારૂની 158 બોટલો મળતા પોલીસે કાર્યવાહી શરૂ કરી

બાવળા તાલુકાનાં ધોળકા -બગોદરા હાઇ-વે ઉપર આવેલી બેગવા ચોકડી પાસે મહીન્દ્રાની એસ.યુ.વી.કારનાં ડ્રાયવરે સેન્ટ્રો કારને ટક્કર મારતાં બંને ગાડીઓને નુકશાન થવા પામ્યું હતું.અકસ્માતમાં 2 વ્યકિતઓને ઈજાઓ થવા પામી હતી.એસ.યુ.વી.ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી લોકોએ વિદેશી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી.બગોદરા પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જઈને ગાડીમાંથી વિદેશી દારૂની 158 બોટલો મળી આવી હતી.

આમ બગોદરા પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું.બગોદરા પોલીસે ગાડી ચાલક વિરૂદ્ધ અકસ્માત અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાશી છૂટેલા ગાડી ચાલકને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતાં દિલીપભાઇ ચંદુભાઇ નાયક તેમના પત્નીનાં બહેનપણી હીનાબેન ધર્મવીર ચૌધરીને ગણપતિપુરા દર્શન કરવા માટે પોતાની સેન્ટ્રો ગાડી લઈને નીકળ્યા હતાં.

તેઓ બપોરે દોઢ વાગે ધોળકા -બગોદરા હાઇ-વે ઉપર આવેલી બેગવા ચોકડી ઉપર હાઇ-વે ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે ધોળકા તરફથી આવી રહેલી મહીન્દ્રા એસ. યુ.વી.ગાડીનાં ચાલકે પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતી સેન્ટ્રો ગાડીને જોરદાર ટક્કર મારતાં દિલીપભાઇ અને હીનાબેનને ઇજાઓ થવા પામી હતી.

એસ.યુ.વી.ગાડીનો ચાલક ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો.એસ.યુ.વી.ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો ભરી હોવાથી લોકોએ વિદેશી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતાં બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં એસ.યુ.વી.ગાડી ની વચ્ચેની શીટ તથા પાછળના ભાગેથી વિદેશી દારૂની પેટીઓ તથા છુટી બોટલો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...