તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા આવેદન આપ્યું

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના કાર્યકરોની બાવળા મામ.ને રજૂઆત

ભારતભરનાં હિન્દુઓ ગાયને પવિત્ર અને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે છંતા દરરોજ હજારોની સંખ્યામાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે.અનેક વખત ગૌ- રક્ષકોએ ગાયોને કતલખાને જતાં ગૌવંશને બચાવ્યા છે.અને તેમના વિરૂદ્ધ ફરીયાદો પણ કરવામાં આવી છે,

ગુજરાતમાં કતલખાનાઓ ધમધમી રહ્યા છે. છંતા કાયદો અને સરકાર તેમનું કાંઇ કરી શકતી નથી જેથી ગૌરક્ષકો અને હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આપણા હિન્દુ આહીર અર્જુનભાઈ આંબલીયા દિલ્હીનાં જંતર-મંતર મેદાનમાં ધરણા ઉપર બેઠા છે. એના સમર્થનમાં એકતા એજ લક્ષ હિન્દુ સંગઠનનાં અતુલભાઇ ઠાકોર,ધર્મેન્દ્ર પ્રજાપતિ, અખીલ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટ દિલ્હીનાં ગુજરાત પ્રદેશનાં રણછોડભાઇ અલગોતર અને ગૌરક્ષકોએ બાવળા મામલતદાર પી.આર.દેસાઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...