તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા બાવળા મામલતદાર કચેરી ખાતે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કાયદાનો કિસાન વિરોધી ભાજપ સરકારનો કાળો કાયદો રદ કરો, હાય રે ભાજપ હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરીને મામલતદાર પી.એ.દેસાઇને આવેદનપત્ર અપાયું હતું. જેમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં દેશભરના ખેડુતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કાયદો ખેડૂતોને મંજૂર નથી. આપણા ભારતીય બંધારણમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો હક્ક સૌ નાગરિકોને આપવામાં આવ્યો છે. તો શા માટે આપની સરકાર દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ તેમજ વોટરકેનન દ્વારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવી રહ્યું છે ? બીજું કે આ કોરોનાની મહામારી કેન્દ્ર સરકાર ને કોરોનાની મહામારી માંથી દેશને કઈ રીતે બહાર લાવવું તે વિચારવાના બદલે આ કાયદો લાવવાની ઉતાવળ કેમ હતી? લાખો ખેડૂતો દિલ્હીમાં આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે જો સરકાર સાચે જ ખેડૂતોના હિતની ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે આ ત્રણ કાયદાઓ રદ કરવા જોઈએ.
જો આ નવા લાવેલા ત્રણ કાયદા રદ કરવામાં નહીં આવે તો ગુજરાતના ખેડૂતો સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તથા રાષ્ટ્રીય કિસાન પરિષદ ગુજરાત ભરના રસ્તા ઉપર ઉતરશે. દિલ્હી આંદોલન ચલાવી રહેલા ખેડુતોને રાષ્ટ્રીય કિસાન પરિષદ સંપૂર્ણ પણે સમર્થન આપે છે.આ પ્રસંગે AHPના જિલ્લા મંત્રી હિતેષ જાદવ, રાષ્ટ્રીય કિસાન પરિષદનાં તાલુકા પ્રમુખ સુરેશભાઈ કોળી પટેલ, ઉપપ્રમુખ કેસરભાઈ સોલંકી, RCPના પ્રમુખ નિસાદભાઈ વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.