તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાવળાથી દારૂની 20 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બાવળામાં આવેલા નવા વણકરવાસમાંથી બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવીને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીનાં આધારે બાવળા પોલીસે દરોડો પાડીને મકાનમાંથી રૂ. 2000ની 20 નાની બોટલ મળી આવતાં તેને જપ્ત કરીને બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં દરેક પોલીસ અધિકારીને પ્રોહિબિશનની ડ્રાઇવ કરી વિદેશી દારૂ વેચનાર બુટલેગરોને પકડી પાડી દારૂનું વેચાણ બંધ કરાવવા હુકમ કર્યો છે. જે અનુસંધાને બાવળા પોલીસ બાવળામાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે નવા વણકરવાસમાં રહેતા લલિતભાઇ મહોનભાઇ વાણિયા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરી રહ્યો છે.

જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં મકાનની બહાર લલિતભાઇ વાણિયા ઊભો હતો જેથી પોલીસે તેને કોર્ડન કરીને પકડી લઇ તેના મકાનમાં તપાસ કરતાં લાકડાની સેટી પલંગ નીચેથી કોથળાની નીચે એક બોક્ષમાંથી રૂ. 2000નાં વિદેશી દારૂનાં 30 નાની બોટલ મળી આવતાં તેને જપ્ત કરીને પકડાયેલા બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તેની સામે ગુનો નોંધી આ માલ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...